KKR vs RCB, IPL 2023: કોલકાતાએ બેંગ્લોરને ખરાબ રીતે હરાવ્યું, સ્પિનરોની મદદથી 81 રને મેળવી જીત
IPL 2023, KKR vs RCB: IPLમાં આજે કોલકાતા સામે બેંગ્લોર ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. તમે અહીં આ મેચની લાઈવ અપડેટ વાંચી શકો છો.
LIVE
Background
IPL 2023, Match 9, KKR vs RCB: IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાશે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જો કે આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલથી સાવચેત રહેવું પડશે. હકીકતમાં, આંકડા દર્શાવે છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સના આન્દ્રે રસેલનું બેટ રનનો વરસાદ કરી શકે છે.
KKRની 81 રને જીત
કોલકાતા નાઈટ રાઈડર્સે આરસીબી સામે 81 રને શાનદાર જીત મેળવી છે. કોલકાતા તરફથી સુયશ શર્માએ 3 અને વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સુનિલ નરેનને 2 અને શાર્દુલ ઠાકુરને 1 વિકેટ મળી હતી.
આરસીબીની 9મી વિકેટ પડી
આરસીબીની નવમી વિકેટ પડી છે. કર્ણ શર્મા એક રન બનાવી આઉટ થયો છે. તેને સુયશ શર્માએ કેચ આઉટ કરાવ્યો હતો. આમ સુયશ શર્માએ આ મેચમાં આ ત્રીજી વિકેટ લીધી છે.
RCBને આઠમો ફટકો, કાર્તિક આઉટ
આરસીબીની આઠમી વિકેટ પડી. દિનેશ કાર્તિક 8 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. તેને સુયશ શર્માએ આઉટ કર્યો હતો. IPLમાં સુયશની ડેબ્યૂ મેચમાં આ બીજી વિકેટ છે.
આરસીબીને 7મો ફટકો લાગ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 7મી વિકેટ પડી. સુયશ શર્માએ અનુજ રાવતને આઉટ કર્યો હતો. અનુજ 1 રન બનાવીને આઉટ થયો હતો.
બ્રેસવેલ 19 રન બનાવી આઉટ
બ્રેસવેલ 19 રન બનાવી આઉટ થયો છે. શાર્દુલ ઠાકુરે તેને કેચ આઉટ કરાવ્યો હતો. 12 ઓવરના અંતે આરસીબીએ 84 રન બનાવ્યા છે અને તેમની 6 વિકેટ પડી ગઈ છે.