(Source: ECI/ABP News/ABP Majha)
Natasa-Hardik: નથી તુટ્યા હાર્દિક-નતાશાના સંબંધો ? છૂટાછેડાની વાતો વચ્ચે એક્ટ્રેસે ખુદ કરી ખાસ પૉસ્ટ
Natasa- Hardik Divorce Rumours: છેલ્લા કેટલાક સમયથી બૉલીવૂડ અભિનેત્રી નતાશા સ્ટાનકૉવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે
Natasa- Hardik Divorce Rumours: છેલ્લા કેટલાક સમયથી બૉલીવૂડ અભિનેત્રી નતાશા સ્ટાનકૉવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કપલના લગ્નજીવન બરાબર ચાલી રહ્યું ન હતું. જોકે, નતાશા અને હાર્દિકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. નતાશા અને હાર્દિકના મૌનથી આ અટકળોને વધુ વેગ મળ્યો. આ બધાની વચ્ચે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કંઈક એવું પોસ્ટ કર્યું છે જેનાથી ફેન્સ ચોંકી ગયા છે.
નતાશા-હાર્દિકના સંબંધો નથી તૂટ્યા ?
હકીકતમાં, છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાએ હાર્દિક સાથેની તેની તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર પુનઃસ્થાપિત - રિસ્ટૉર કરી છે. જેમાં વેલેન્ટાઈન ડે અને તેમના લગ્ન જેવી ખાસ પળોના ફોટા સામેલ છે. વળી, કપલની ફરીથી એકસાથે તસવીરો જોઈને ચાહકો રાહત અનુભવી રહ્યા છે. જો કે, નતાશાએ ફોટા ડિલીટ અને રિસ્ટૉર કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
View this post on Instagram
કેમ ફેલાઇ હતી નતાશા અને હાર્દિકના છૂટાછેડાની અફવાઓ ?
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું જ્યારે અભિનેત્રીએ તેના નામમાંથી 'પંડ્યા' અટક હટાવી દીધી અને તેના લગ્નના ફોટા 'ડિલીટ' કરી દીધા. દરમિયાન, હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્દિક અને નતાસાના બાળક અગસ્ત્ય સાથે રમતા તેના પુત્રની હૃદયસ્પર્શી તસવીર શેર કરી હતી. આ પછી એવી અફવા ફેલાઈ હતી કે નતાશા અને હાર્દિકના લગ્નજીવન બરાબર નથી ચાલી રહ્યું અને નતાશા તેના પુત્રને તેની વહુ સાથે છોડીને ચાલી ગઈ છે. અલગ થવાની અફવાઓ વચ્ચે નતાશા સતત ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી રહી હતી જેના કારણે તેના અને હાર્દિક વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું.
View this post on Instagram
નતાશા-હાર્દિકે બબ્બેવાર કર્યા છે લગ્ન
નતાશા અને હાર્દિકે મે 2020માં લૉકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા. લગ્નના માત્ર બે મહિના પછી દંપતીએ તેમના પુત્ર ઐગસ્ત્યનું સ્વાગત કર્યું. ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ આ કપલે ક્રિશ્ચિયન લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન તેમના 3 વર્ષના પુત્રએ પણ તેમના પુનઃલગ્નમાં હાજરી આપી હતી.