શોધખોળ કરો
Advertisement
એકસાથે 7 ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગતા ક્રિકેટની આ ચાલુ ટૂર્નામેન્ટ અધવચ્ચેથી બંધ કરાઇ, તમામ ખેલાડીઓને મોકલી દેવાયા ઘરે, જાણો વિગતે
ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાણકારી આપતા જણાવ્યુ કે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આવામાં આ ટૂર્નામેન્ટ ચાલુ રાખવી ખતરાથી ભરેલુ છે. ખેલાડીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પીએસએલની છઠ્ઠી સિઝનને અધવચ્ચેથી બંધ કરી દેવામાં ફેંસલો લેવામાં આવ્યો છે. સાથે સાથે તમામ ખેલાડીઓને સુરક્ષિત ઘરે પરત મોકલી દેવામાં આવી રહ્યાં છે
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોના વાયરસના કેસો હજુ પણ ઝડપથી વધી રહ્યાં છે. આવામાં કેટલાક દેશોમાં ફરીથી લૉકડાઉન લગાવવાની સ્થિતિ પણ આવી ગઇ છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખતા દેશમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.
ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાણકારી આપતા જણાવ્યુ કે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આવામાં આ ટૂર્નામેન્ટ ચાલુ રાખવી ખતરાથી ભરેલુ છે. ખેલાડીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા પીએસએલની છઠ્ઠી સિઝનને અધવચ્ચેથી બંધ કરી દેવામાં ફેંસલો લેવામાં આવ્યો છે. સાથે સાથે તમામ ખેલાડીઓને સુરક્ષિત ઘરે પરત મોકલી દેવામાં આવી રહ્યાં છે.
કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા ખેલાડીઓ.....
આ પહેલા પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યુ હતુ કે કૉવિડ-19 ગાઇડલાઇન્સની જોરદાર પાલન કરી રહ્યાં છે. જોકે હવે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટ અધવચ્ચેથી જ સ્થગિત કરવી પડી છે. બોર્ડના સભ્યોએ બતાવ્યુ કે ખેલાડીઓને સુરક્ષાનો પુરેપુરો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. સાથે સાથે સુરક્ષા પેસેજ પણ બનાવવામાં આવી રહ્યો છે. કોરોના સંક્રમિત લોકો માટે આઇસૉલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.
આયોજન કર્તાઓએ લીધો ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો ફેંસલો....
ગુરુવારે સવારે આયોજનકર્તાઓએ કહ્યું કે, હાલ પુરતી આ ટૂર્નામેન્ટને સ્થગિત કરવાનો ફેંસલો લેવામાં આવી રહ્યો છે. આ પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ સતત કોરોના પૉઝિટીવ થઇ રહ્યાં છે. આવામાં આ સંક્રમણનો ખતરો વધી ગયો હતો. કોરોના સંક્રમણથી નિપટવા માટે કેટલાય ખેલાડીઓને આઇસૉલેશન વોર્ડમાં પણ રાખવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion