(Source: ECI/ABP News/ABP Majha)
RCBનો નવો કેપ્ટન બનશે આ ભારતીય, ટીમમાં લાવવા માટે 20 કરોડ રૂપિયા ખર્ચશે ફ્રેન્ચાઇઝી, જાણો વિગતે
આકાશ ચોપાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર શ્રેયસ અય્યરને આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવાના સંકેત પણ આપ્યા છે.
નવી દિલ્હીઃ આઇપીએલ (IPL 2022) મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરુમાં થવા જઇ રહી છે. આ વખતે ખેલાડીઓની કિસ્મત 10 ટીમોના હાથોમાં હશે. આ વખતે કુલ 590 ખેલાડીઓની કિસ્મતનો ફેંસલો આ 2 દિવસમાં થશો. આના પર RCBની ટીમ એક ખેલાડીને પોતાની ટીમમાં લેવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી શકે છે કેમ કે આ ખેલાડીને કેપ્ટન બનાવવાનુ વિચારશે.
આ ભારતીયને RCBનો નવો કેપ્ટન બનાવવાની તૈયારી-
શ્રેયસ અય્યર મોંઘો પ્લેયર હશે, માર્કી પ્લેયર્સના લિસ્ટમાં ઇશાન કિશન નથી, અને શ્રેયસ અય્યર સૌથી મોંઘો પ્લેયર સાબિત થશે. જો ઇશાન કિશન પણ લિસ્ટમાં હોત તો મુકાબલો રોમાંચક બની જતો. હવે અય્યર માટે ખુલીને પૈસા ખર્ચ કરવામાં આવશે, અને ઇશાન કિશન માટે રિઝર્વ કરીને રાખવામાં આવશે. શ્રેયસ અય્યર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરનો કેપ્ટન બની શકે છે.
આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બનવાના પણ સંકેત-
આકાશ ચોપાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર શ્રેયસ અય્યરને આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બનવાના સંકેત પણ આપ્યા છે. તેને એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે, આરસીબીની ટીમ શ્રેયસ અય્યરને લગભગ 20 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. તેને કહ્યું- મને કોઇએ કહ્યું હતુ કે આરસીબીએ અય્યર માટે 20 કરોડ રૂપિયા રાખ્યા છે.
શ્રેયસ અય્યરનુ આઇપીએલ પ્રદર્શન-
શ્રેયસ અય્યરે આઇપીએલમાં અત્યાર સુધી કુલ 87 મેચો રમી છે, અને 31.66ની એવરેજથી 2375 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યર આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે અને પોતાની કેપ્ટનશીપના દમ પર તેને મોટી સફળતા પણ મેળવી હતી. જોકે આગામી સિઝન પહેલા દિલ્હીએ તેને રિલીઝી કરી દીધો છે.
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર
BJP Candidate List For UP: BJP એ 45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ
Jobs: આ સરકારી સંસ્થામાં વોક-ઇન ઇન્ટરવ્યુના આધારે નોકરી બહાર પડી, આ રીતે અરજી કરી શકો છો
Shani In Kumbh Rashi 2022: કુંભ રાશિમાં શનિના પ્રવેશથી કઈ રાશિને ફાયદો થશે? જાણો