શોધખોળ કરો
Advertisement
કયા કારણોસર મુંબઇ સામે હારી દિલ્હી કેપિટલ્સ, કૉચ પૉન્ટિંગે બતાવ્યુ કારણ
મુંબઇએ દિલ્હીની ટીમને 57 રનોથી હરાવીને આઇપીએલ 2020ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દિલ્હીને મળેલી હારથી ટીમના હેડ કૉચ રિકી પૉન્ટિંગ ખુબ નારાજ થયા છે. તેમને દિલ્હીની હાર થવા પાછળના કારણે જણાવ્યા છે
નવી દિલ્હીઃ આઇપીએલ 13મી સિઝન અંતિમ મેચો સુધી પહોંચી ચૂકી છે. પ્રથમ ક્વૉલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટક્કર થઇ, મુંબઇએ દિલ્હીની ટીમને 57 રનોથી હરાવીને આઇપીએલ 2020ની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દિલ્હીને મળેલી હારથી ટીમના હેડ કૉચ રિકી પૉન્ટિંગ ખુબ નારાજ થયા છે. તેમને દિલ્હીની હાર થવા પાછળના કારણે જણાવ્યા છે.
છેલ્લી ઓવરોમાં ખરાબ પ્રદર્શન
પોન્ટિંગે મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સ કરી, તેમાં કહ્યું- પહેલા થોડીક ઓવરોમાં અમારુ પ્રદર્સન સારુ રહ્યું, ત્યારે તેમને સ્કૉર ચાર વિકેટ પર 120 રન હતો. અમને લાગ્યુ કે 170ના સ્કૉર સુધી અમે હાંસલ કરી લેશું. દિલ્હીએ છેલ્લી પાંચ ઓવરોમાં 78 રન આપ્યા. પોન્ટિંગે કહ્યું છેલ્લી પાંચ ઓવરોમાં અમારુ પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું. અમે હાર્દિક પંડ્યાને તેને ગમતા બૉલ ફેંક્યા, ઇશાન કિશને પણ આ સિઝનમા અમારી સામે સારુ પ્રદર્શન કર્યુ છે. અમે આખી ટૂર્નામેન્ટમાં સારી રણનીતિ બનાવીને તેને પર અમલ કરતા રહ્યાં પરંતુ આ મેચમાં દબાણના કારણે અમે રણનીતિ પર અમલ ના કરી શક્યા.
પોન્ટિંગે કહ્યું પૃથ્વી એક સારા બૉલ પર આઉટ થયો, અજિંક્યે રહાણે જે બૉલ પર આઉટ થયો, તે પણ સારો બૉલ હતો, શિખર ધવનને જસપ્રીત બુમરાહે જે યોર્કર પર બૉલ્ડ કર્યો, તે ઉચ્ચ કોટીનો બૉલ હતો. તેને કહ્યું કે આગળની મેચમાં બે દિવસનો સમય છે, અમારે એક ટીમ તરીકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion