રોહિત શર્માએ તોડ્યો શાહિદ આફ્રિદીનો આ મોટો રેકોર્ડ, શ્રીલંકા સામે રચ્યો ઈતિહાસ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે 48 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
![રોહિત શર્માએ તોડ્યો શાહિદ આફ્રિદીનો આ મોટો રેકોર્ડ, શ્રીલંકા સામે રચ્યો ઈતિહાસ Rohit sharma break the record shahid afridi of most sixes ind vs sl asia cup 2023 latest sports news રોહિત શર્માએ તોડ્યો શાહિદ આફ્રિદીનો આ મોટો રેકોર્ડ, શ્રીલંકા સામે રચ્યો ઈતિહાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/12/395b660cbcd138b6c98bb02468dedc8c169452212508278_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs SL, Rohit Sharma Record: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે 48 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ભારતીય કેપ્ટને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા એશિયા કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે હતો. પરંતુ હવે રોહિત શર્માએ શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રોહિત શર્માએ શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો...
રોહિત શર્માએ એશિયા કપમાં 28 સિક્સર ફટકારી છે. હવે શાહિદ આફ્રિદી બીજા સ્થાને જતો રહ્યો છે. પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના નામે 26 સિક્સર છે. રોહિત શર્મા અને શાહિદ આફ્રિદી સિવાય શ્રીલંકાના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યા ત્રીજા નંબર પર છે. એશિયા કપમાં સનથ જયસૂર્યાના નામે 23 સિક્સર છે. આ યાદીમાં આગળ છે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈના. એશિયા કપમાં સુરેશ રૈનાએ 18 સિક્સર ફટકારી હતી.
ભારત-શ્રીલંકા મેચમાં શું થયું...
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં મેચ રમાઈ રહી છે. એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં ભારતીય ટીમની આ બીજી મેચ છે. પ્રથમ મેચમાં ભારતે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારત-શ્રીલંકા મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 186 રનમાં 8 વિકેટ ગુમાવી દિધી છે.
દુનિથ વેલ્લાલાગેએ ઝડપી 5 વિકેટ
શ્રીલંકાના યુવા સ્પિનર દુનિથ વેલ્લાલાગે કમાલ કર્યો છે, વેલ્લાલાગેએ 10 ઓવરમાં એક મેડન આપીને 40 રન આપીને 5 વિકેટો લીધી હતી. ભારતે તેની છઠ્ઠી વિકેટ 172 રનમાં ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 18 બૉલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો.
રોહિત શર્માએ પુરા કર્યા 10000 રન
રોહિત શર્માએ શ્રીલંકા સામે ઈતિહાસ રચ્યો હતો. રોહિતે 22 રન બનાવીને વનડેમાં 10 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે છઠ્ઠો ભારતીય બેટ્સમેન બની ગયો છે. રોહિતે વનડેમાં માત્ર 241 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂરા કર્યા.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)