શોધખોળ કરો
Advertisement
વિરાટે ત્રીજી ટી20 માટે ટીમ કૉમ્બિનેશનને લઇને આપી આ મોટી હિન્ટ, જાણો કોણુ પત્તુ કાપવાની કહી વાત?
વિરાટની આ વાતથી હિન્ટ મળી શકે છે કે ત્રીજી ટી20માં શાર્દૂલને બહાર બેસવાનો વારો આવી શકે છે. માની શકાય કે શાર્દૂલની જગ્યાએ કોહલીએ નવદીપ સૈનીને મોકો આપી શકે છે
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે સીરીઝની ત્રીજી ટી20 મેચ રમાવવાની છે. સતત બે ટી20માં શાનદાર જીત મેળવ્યા બાદ કોહલી એન્ડ કંપનીની નજર ત્રીજી ટી20 જીતીને સીરીઝમાં પર કબ્જો જમાવાની છે. વળી સામે કિવી ટીમ પ્રથમ જીત મેળવીને સીરીઝમાં ટકી રહવા કોશિશ કરશે. જોકે આ બધાની વચ્ચે કેપ્ટન કોહલીએ ટીમ કૉમ્બિનેશનને લઇને મોટી હિન્ટ આપી છે.
ન્યુઝીલેન્ડ મેચમાં વાપસી કરી શકે છે એટલે ટીમ ઇન્ડિયા માટે મોટો ચેલેન્જ છે. કેમકે હેમિલ્ટનનુ મેદાન ઓકલેન્ડના મેદાન કરતાં થોડુ સારુ છે અને ગ્રાઉન્ડ પણ મોટુ છે, આ કારણે આ મેદાનમાં બૉલરોને મદદ મળી શક છે.
વિરાટે કહ્યું કે, ભારતીય ટીમે શાનદાર બૉલિંગ કરી, શાર્દૂલ સિવાય લગભઘ બધા બૉલરોએ લાઇન લેન્થથી બૉલિંગ કરી, આમાં રવિન્દ્ર જાડેજા અને બુમરાહ અમારા બે મુખ્ય બૉલરો રહ્યા હતા.
વિરાટની આ વાતથી હિન્ટ મળી શકે છે કે ત્રીજી ટી20માં શાર્દૂલને બહાર બેસવાનો વારો આવી શકે છે. માની શકાય કે શાર્દૂલની જગ્યાએ કોહલીએ નવદીપ સૈનીને મોકો આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement