આજે ભારત-આફ્રિકા વચ્ચે બીજી ટી20, કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમ પાંચ મેચોની ટી20 સીરીઝમાં હાલમાં 1-0થી લીડ બનાવીને આગળ છે, આજે બન્ને ટીમો વચ્ચે બીજી ટી20 મેચ રમાશે,
IND vs SA 2nd T20: દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમ પાંચ મેચોની ટી20 સીરીઝમાં હાલમાં 1-0થી લીડ બનાવીને આગળ છે, આજે બન્ને ટીમો વચ્ચે બીજી ટી20 મેચ રમાશે, મેચ પહેલા બન્ને ટીમોના ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન જોરદાર પરસેવો પાડ્યો હતો. આનાથી માની શકાય છે કે આજની મેચ રોમાંચક બની શકે છે. અહીં વાંચો આજની બીજી ટી20 ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે........
1. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 ક્યારે રમાશે ?
આ મેચ 12 જૂન (રવિવાર) સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. ટૉસ 6.30 વાગે કરવામાં આવશે.
2. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 ક્યાં રમશે ?
આ મેચ કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાશે.
3. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 કઇ ચેનલ પરથી પ્રસારિત થશે ?
આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ્સ સ્ટાર સ્પોર્ટ્સ-1, સ્ટાર સ્પોર્ટ્સ-1 HD, સ્ટાર સ્પોર્ટ્સ-1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ-1 હિન્દી HD પર પ્રસારિત થશે.
4. ભારત- આફ્રિકા વચ્ચેની બીજી ટી20 ક્યાંથી ઓનલાઇન જોઇ શકાશે ?
આ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર લાઇવ દેખી શકાશે.
બન્ને ટીમોની સ્ક્વૉડ -
ટીમ ઇન્ડિયા -
ઋષભ પંત (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હૂડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકેટેશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક.
દક્ષિણ આફ્રિકા ટીમ -
એડેન માર્કરમ, ડેવિડ મિલર, રાસી વાને ડેર ડૂસેન, રેજા હેન્ડ્રિક્સ, તેમ્બા બવુમા, ટ્રિસ્ટન સ્ટબ્સ, દ્વૈત પ્રીટૉરિયસ, માર્કો જૉનસન, હેનરિક ક્લાસેન, ક્વિન્ટૉન ડીકૉક, એનરિક નૉર્ટ્ઝે, કગિસો રબાડા, કેશવ મહારાજ, લુંગી એનગીડી, તબરેજ શમ્સી, વેન પાર્નેલ.
આ પણ વાંચો......
Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ
Weight Loss Tips: વજન ઘટાડવા માટે અપનાવો ભોજન સાથે જોડાયેલા આ નિયમ, ઝડપથી ઘટશે વજન
ગરમીમાં ફુદીનાનું પાણી પીવાથી પેટ સંબંધિત રોગોથી મળે છે મુક્તિ, જાણો ફાયદા