ટૉલીવુડ ફેશન ડિઝાઈનર Prathyusha Garimella નું મોત થયું, બાથરુમમાંથી મળી લાશ
ટૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગારિમેલાનું નિધન થયું છે. તેની લાશ તેના ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી.
ટૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી ફેશન ડિઝાઈનર પ્રત્યુષા ગારિમેલાનું નિધન થયું છે. તેની લાશ તેના ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. જો કે સ્પષ્ટપણે મોતનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ અત્યાર સુધીના અહેવાલો અનુસાર આ મામલો આત્મહત્યાનો જણાવવામાં આવી રહ્યો છે.
પોલીસ કેસની તપાસ કરી રહી છે
તમને જણાવી દઈએ કે, હૈદરાબાદના બંજારા હિલ્સમાં સ્થિત તેના એપાર્ટમેન્ટના બાથરૂમમાંથી પ્રત્યુષાની લાશ મળી આવી છે, જે બાદ પોલીસે તેના પરિવાર અને મિત્રોને આ મામલે જાણ કરી છે. આ સાથે તેઓ કેસની તપાસમાં પણ લાગેલા છે. અહેવાલો અનુસાર, મૃતદેહ પાસેથી કાર્બન મોનોક્સાઇડની બોટલ પણ મળી આવી છે. ત્યારપછી તેણે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આપઘાતનું કારણ શું હોઈ શકે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રત્યુષા ડિપ્રેશનમાં હતી
જો કે પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે, પરંતુ પ્રારંભિક અહેવાલો અનુસાર પ્રત્યુષા ડિપ્રેશનમાં હતી. જો કે, આનું કારણ શું હોઈ શકે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
સુસાઇડ નોટ પણ મળી આવી
તે જ સમયે, તપાસમાં, પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે, જે મુજબ પ્રત્યુષા જીવનમાં ખૂબ જ એકલી પડી ગઈ હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી છે અને આ માટે તે કોઈને પણ આરોપી નથી માનતી.
જોકે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ખરેખર આત્મહત્યાનો મામલો છે કે કેમ.
WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી
KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ