શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાનો ખતરો છતાં IPL રમશે ઓસ્ટ્રેલિયાનો આ ઓપનર
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના મેનેજરે ગુરુવારે કહ્યુ કે જો ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝન આયોજીત કરવામાં આવે છે તો તે તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવે છે.
મુંબઇઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના મેનેજરે ગુરુવારે કહ્યુ કે જો ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝન આયોજીત કરવામાં આવે છે તો તે તેમાં ભાગ લેવાની ઇચ્છા ધરાવે છે. પછી ભલે દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ રહે. છેલ્લા સપ્તાહમાં આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી અને આ મહામારીને જોતા તેના આયોજનને લઇને શંકા સેવવામાં આવી રહી છે.
વોર્નરના મેનેજર જેમ્સ અર્સકિને ધ એજને કહ્યુ કે, જો આઇપીએલનું આયોજન થાય છે તો ડેવિડ વોર્નર તેમાં રમવા માંગશે. નોંધનીય છે કે આઇપીએલમાં આ વર્ષે ઓસ્ટ્રેલિયાના 17 ખેલાડીઓ ભાગ લેવાના હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સમીક્ષા કરી રહ્યું છે કે તેમના ખેલાડીઓને આઇપીએલમાં રમવાની મંજૂરી આપવામાં આવે કે નહીં.
આ ટુનામેન્ટમાં વોર્નર સિવાય સ્ટીમ સ્મિથ, પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલ પણ રમશે. કોરોના વાયરસના કારણે બીસીસીઆઇએ આઇપીએલ 2020ના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. અગાઉ આ ટુનામેન્ટ 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ હવે આ ટુનામેન્ટ 15 એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્યમંત્રાલયના આંકડાઓ અનુસાર ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 195 પર પહોંચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement