(Source: ECI/ABP News/ABP Majha)
FIFA World Cup 2022: રંગારંગ કાર્યક્રમ સાથે ફીફા વર્લ્ડ કપ 2022ની શરુઆત, વાંચો ઓપનિંગ સેરેમની સાથે જોડાયેલી તમામ અપડેટ
ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થઈ ગયો છે. હાલમાં અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પહેલા સ્ટેડિયમમાં હાજર લગભગ 60 હજાર પ્રશંસકોએ વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક મેળવી હતી.
FIFA World Cup 2022, Jeon Jungkook: ફિફા વર્લ્ડ કપ 2022 શરૂ થઈ ગયો છે. હાલમાં અલ બાયત સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ પહેલા સ્ટેડિયમમાં હાજર લગભગ 60 હજાર પ્રશંસકોએ વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક મેળવી હતી. જે બાદ આ ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. અલ બાયત સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર પ્રશંસકોના ઘોંઘાટ વચ્ચે કાર્યક્રમ શરૂ થયો. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોનો ઉત્સાહ વધી રહ્યો છે. વાસ્તવમાં, BTSના K-pop સુપરસ્ટાર જિયોન જંગકુકનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, પરંતુ આ પછી પણ ઘણી સેલિબ્રિટીનો કાર્યક્રમ યોજવાનો છે.
જંગ કૂકનો જલવો
તે જ સમયે, BTS સિંગર જંગ કૂકે તેના નવા ટ્રેક 'ડ્રીમર્સ' સાથે ઓપનિંગ સેરેમનીમાં ધમાલ મચાવી હતી. જ્યારે હોલીવુડ સ્ટાર મોર્ગન ફ્રીમેને ઈવેન્ટમાં આશા, એકતા અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો હતો. આ સિવાય અલ બાયત સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા મળ્યા હતા. આ સમારોહ પહેલા, ફ્રેંચ દિગ્ગજ માર્સેલ ડિસેલીએ ચાહકોને FIFA વર્લ્ડ કપ 2022ની ટ્રોફી રજૂ કરી હતી.
કતાર સામે ઈક્વાડોરનો પડકાર
તે જ સમયે, આ કાર્યક્રમ પછી, કતાર અને ઈક્વાડોર વચ્ચે મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે. વાસ્તવમાં, કતાર અને એક્વાડોર વચ્ચેની આ મેચ FIFA વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચ છે. જો કે બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે.
એક્વાડોર ટીમ
હર્નાન ગૈલિંડેઝ, એન્જેલો પ્રેસીઆડો, ફેલિક્સ ટોરેસ, પીએરો હિન્કાપી, પેર્વિસ એસ્ટુપીનન; ગોન્ઝાલો પ્લાટા, મોઈસેસ કૈઈડો, જેગસન મેન્ડેઝ, રોમરિયો ઈબારા; એનર વેલેન્સિયા (કેપ્ટન), માઈકલ એસ્ટ્રાડા
કતારની ટીમ
પેડ્રો મિગુએલ, બાસમ હિશામ, બૌલેમ ખોખી, અબ્દેલકરીમ હસન, હોમામ અહેમદ; કરીમ બૌદિયાક, અબ્દુલ અઝીઝ હાતેમ, હસન અલ હયદોસ (કેપ્ટન); અલ્મોઝ અલી, અકરમ અફીફ
ફિફા વર્લ્ડ કપ 2022 ગ્રુપ્સ
ગ્રુપ-એઃ ઇક્વાડોર, નેધરલેન્ડ્સ, સેનેગલ, કતાર
ગ્રુપ-બીઃ ઇગ્લેન્ડ, વેલ્સ, યુએસએ, ઇરાન
ગ્રુપ-સીઃ પોલેન્ડ, આર્જેન્ટિના, સાઉદી અરેબિયા, મેક્સિકો
ગ્રુપ-ડીઃ ફ્રાન્સ, ટ્યૂનિશિયા, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક
ગ્રુપ-ઇઃ કોસ્ટા રિકા, જર્મની, સ્પેન, જાપાન
ગ્રુપ-એફઃ ક્રોએશિયા, મોરક્કો, બેલ્જિયમ, કેનેડા
ગ્રુપ-જીઃ સર્બિયા, બ્રાઝીલ, કેમરૂન, સ્વિઝરલેન્ડ
ગ્રુપ-એચઃ ઉરુગ્વે, કોરિયા રિપબ્લિક, પોર્ટુગલ, ઘાના