શોધખોળ કરો
કોહલી હજુ શિખાઉ કેપ્ટન, ધોની પાસેથી લેવું જોઇએ માર્ગદર્શન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજે વર્લ્ડકપ પહેલા આપી સલાહ
સાઇમન કેટિચે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નથી જાણતો કે તે એક ગ્રુપ-ટીમને કઇ રીતે સંભાળે છે. તે કેપ્ટન તરીકે કદાચ હજુ પણ શીખી રહ્યો છે. કેટિચે વધુમાં કહ્યું કે, તમે એક મહાન ખેલાડી હોઇ શકો છો પણ નેતૃત્વ ક્ષમતા અલગ વાત છે. તે હજુ પણ એવા સમયમાં છે જે કેપ્ટન તરીકે શીખી રહ્યો છે
નવી દિલ્હીઃ આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના ઓસ્ટ્રેલિયન કૉચ સાઇમન કેટિચનું માનવુ છે કે કોહલી હજુ શિખાઉ કેપ્ટન છે, હજુ ઘણુબધુ શિખવાની જરૂરી છે. કેટિચે આ વાત આઇપીએલ અને વર્લ્ડકપને તાકીને કહી હતી. કોહલીની ટીમ બેંગ્લૉર આઇપીએલમાં સતત હારનો સામનો કરી રહી છે અને પૉઇન્ટ ટેબલમાં તળીયાના સ્થાને પહોંચી ગઇ છે.
સાઇમન કેટિચે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નથી જાણતો કે તે એક ગ્રુપ-ટીમને કઇ રીતે સંભાળે છે. તે કેપ્ટન તરીકે કદાચ હજુ પણ શીખી રહ્યો છે. કેટિચે વધુમાં કહ્યું કે, તમે એક મહાન ખેલાડી હોઇ શકો છો પણ નેતૃત્વ ક્ષમતા અલગ વાત છે. તે હજુ પણ એવા સમયમાં છે જે કેપ્ટન તરીકે શીખી રહ્યો છે.
કોહલીની કેપ્ટનશીપમાં જ ભારતે વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમવાનું છે, તે એક સારો બેટ્સમેન છે, તેને ધોની પાસેથી શીખવાની ખુબ જરૂર છે, તેની પાસે વર્લ્ડકપમાં ધોની જેવો મહાન પૂર્વ કેપ્ટન છે જે તેને માર્ગદર્શન આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement