શોધખોળ કરો

Match Fixing: ચાલુ એશિયા કપ વચ્ચે શ્રીલંકાના આ ખેલાડીની ધરપકડ,જાણો શું છે મામલો

Sri Lanka Team: શ્રીલંકાન ટીમના ભૂતપૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયકે પર 3 અઠવાડિયા પહેલા વિદેશ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

Match fixing Sachithra Senanayake:શ્રીલંકાન ટીમના ભૂતપૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયકે પર 3 અઠવાડિયા પહેલા વિદેશ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

શ્રીલંકાના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી સચિત્રા સેનાનાયકેની મેચ ફિક્સિંગના આરોપમાં 6 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં રમનારા સેનાનાયકે પર 2020માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન એક મેચમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા માટે ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયકેને વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો.                                           

સચિત્રા સેનાનાયકેને ખેલ મંત્રાલયના વિશેષ તપાસ એકમ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સેનાનાયકે પર આરોપ છે કે, તેણે મેચ ફિક્સ કરવા માટે ટેલિફોન દ્વારા બે ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો. કોલંબોની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થતાં સેનાનાયકેને ગયા મહિને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.                                              

મેચ ફિક્સિંગને લઈને તેના પર લાગેલા આરોપો અંગે સચિત્રા સેનાનાયકેએ તેને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. સેનાનાયકેએ વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. આ પછી, તેણે શ્રીલંકા માટે 49 ODI મેચોમાં 35.35ની એવરેજથી 53 વિકેટ લીધી. જ્યારે સેનાનાયકે 24 ટી20 મેચ રમીને 25 વિકેટ લીધી હતી અને તેને શ્રીલંકા માટે 1 ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી હતી.

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો

2014માં જ્યારે શ્રીલંકાએ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે જીત મેળવી હતી, ત્યારે સેનાનાયકે પણ તે ટીમનો એક ભાગ હતો. સેનાનાયકે એ વર્લ્ડ કપમાં 6 મેચમાં માત્ર 4 વિકેટ લીધી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, સેનાનાયકેને શંકાસ્પદ બોલિંગ એક્શનને કારણે થોડા મહિનાના પ્રતિબંધનો સામનો પણ કરવો પડ્યો છે. સેનાનાયકે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે અને તેણે 8 મેચમાં 9 વિકેટ લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Embed widget