શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ધોનીના આરામ કરવા પર આ મહાન બેટ્સમેને ઉઠાવ્યા સવાલ, કહ્યું- આટલો લાંબો બ્રેક કેમ?
વિતેલા વર્ષે 9-10 જુલાઈના રોજ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે મહેન્દ્ર સિંહ દોનીની ટીમમાંથી લીધેલ લાંબા બ્રેક પર સવાલ ઉઠાવ્યા છે. જુલાઈમાં વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ભારતની હાર બાદથી ધોની બ્રેક પર છે. સુનીલ ગાવસકરે સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોઈ વ્યક્તિને ખુદને આટલા લાંબા સમય સુધી ભારત તરફથી રમવાથી દૂર રાખી શકે છે?
વિતેલા વર્ષે 9-10 જુલાઈના રોજ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની હાર બાદથી ધોનીના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી છે. 38 વર્ષના ધોનીએ આ હાર બાદથી કોઈ મેચ રમી નથી, પરંતુ તે આઈપીએલમાં વાપસી કરશે તેવી આશા છે.
એ પૂછવા પર શું ધોની ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન બનાવી શકે છે. ગાવસકરે કહ્યું કે, ‘ફિટનેસ એવી વસ્તુ છે જેના વિશે હું તમને કંઈ જ ન કહી શકું. આ સવાલ ખુદ ધોનીને પૂછવો જોઈએ. તેણે 10 જુલાઉથી ખુદને ભારત તરફથી રમવાથી દૂર રાખ્યા છે.’
મહાન બેટ્સમેન શુમાર ગાવસ્કરે શનિવારે નવી દિલ્હીમાં 26માં લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન પછી કહ્યું કે આ મહત્વપૂર્ણ સવાલ છે. શું કોઈ ભારત માટે રમવામાટે પોતાની જાતને આટલો સમય દૂર રાખી શકે ખરો? આ એક મોટો સવાલ છે અને આની અંદર જ જવાબ પણ છે.
ગાવસકરે એ પણ કહ્યું કે દેશની પ્રમુખ શ્રેણી ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં જ્યારે ખેલાડીઓની મેચ ફીમાં ભારે ભરખમ વધારો ન થયો ત્યારે આ લોભામણી અને આકર્ષક તેમજ ધનનો વરસાદ કરતી IPLની સરખામણી નહી કરી શકે. રણજી ટ્રોફી રમવા માટે ખેલાડીને લગભગ એક મેચ માટે અઢી લાખ રૂપિયા મળે છે. થોડા સમય પહેલાઆ ખેલાડીઓને ખુબજ ઓછી ફી મળતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion