Graham Reid Resigned: ગ્રેહામ રીડે ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું, જાણો વિગતો
ગ્રેહામ રીડે ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું છે.
Graham Reid resigned: ગ્રેહામ રીડે ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશામાં રમાયેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી. હવે ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગ્રેહામ રીડે રાજીનામું આપી દીધું છે.
ભુવનેશ્વરમાં વર્લ્ડકપ સમાપ્ત થયાના એક દિવસ પછી રીડે હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ગ્રેહામ રીડે રાજીનામું આપ્યા બાદ કહ્યું, 'હવે સમય આવી ગયો છે કે હું પદ છોડું અને આગામી મેનેજમેન્ટને લગામ સોંપું. ભારતીય ટીમ અને હોકી ઈન્ડિયા સાથે કામ કરવું એ સન્માન અને વિશેષાધિકારની વાત છે અને મેં આ અદ્ભુત પ્રવાસની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. હું ટીમને શુભેચ્છા પાઠવું છું.
સોમવારે રીડ ઉપરાંત ક્લાર્ક અને ડેવિડે પણ રાજીનામું આપ્યું હતું. આ ત્રણેય આગામી મહિને નોટિસ પિરિયડમાં રહેશે. રીડ અને તેની ટીમ સાથે ભારતે 41 વર્ષ બાદ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સિવાય ભારતીય ટીમે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર અને FIH પ્રો લીગ 2021-22 સીઝનમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
Indian men's hockey team head coach Graham Reid resigns after World Cup
— ANI Digital (@ani_digital) January 30, 2023
Read @ANI Story | https://t.co/fjOe54aeyy#HockeyWorldCup #IndianMensHockeyTeam #HockeyIndia #GrahamReid pic.twitter.com/CQ2mXIqv3D
જ્યારે રીડ કોચ હતા ત્યારે ભારતીય ટીમે 2019માં FIH વર્લ્ડ સિરીઝ ફાઇનલ્સ જીતી હતી. આ પછી, ભુવનેશ્વરમાં ઓલિમ્પિક ક્વોલિફાયર જીતીને, તેણે ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. રીડ સહિત ત્રણેયના રાજીનામાનો સ્વીકાર કરતા હોકી ઈન્ડિયાના પ્રમુખ તિર્કીએ કહ્યું, 'ભારત હંમેશા ગ્રેહામ રીડ અને તેમની ટીમનું ઋણી રહેશે જેણે અમને સારા પરિણામો આપ્યા. ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સમાં. દરેક પ્રવાસમાં નવા તબક્કા આવે છે અને હવે આપણે પણ ટીમ માટે નવા વિચાર સાથે આગળ વધવું પડશે. સોમવારે રીડ ઉપરાંત ક્લાર્ક અને ડેવિડે પણ રાજીનામું આપ્યું હતું. આ ત્રણેય આગામી મહિને નોટિસ પિરિયડમાં રહેશે.
ગ્રેહામ રીડે ભારતીય પુરૂષ હોકી ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશામાં રમાયેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી શકી ન હતી.