રૂટે કહ્યું કે, જે કોઇપણ કહે છે કે ટેસ્ટ ક્રિકેટ હવે મરી ગઇ છે, તેઓએ આ રમતને રીપીટ કરીને જોવી જોઇએ. ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ ખેલાડી માઇકલ વૉનનું કહેવું છે કે વનડે ક્રિકેટમાં તમને ટેસ્ટ ક્રિકેટ જેવો માહોલ નથી મળતો.
2/5
3/5
કેપ્ટન કોહલીએ કહ્યું કે, જે લોકે ટેસ્ટ ક્રિકેટ જોઇ રહ્યાં છે તે લોકોને પણ આ ફોર્મેટ એટલું જ ગમતું હશે. તે આ રમતને સમજે છે અને પાંચ દિવસની રમતમાં ઉચ્ચ સ્તરીય પ્રતિસ્પર્ધી ટીમોની વિરુદ્ધ પોતાની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે આનાથી સારી રમત કોઇ હોઇ જ ના શકે. હું માનું છું કે દરેક ખેલાડીને ક્રિકેટમાં ટેસ્ટ રમવી પસંદ હશે.'
4/5
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના મહત્વ પર ઉઠી રહેલા સવાલો પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે આ તેમનું સૌથી બેસ્ટ અને મનગમતુ ક્રિકેટ ફોર્મેટ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતાને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે. આના પર કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
5/5
એક રિપોર્ટ અનુસાર, કોહલીની સાથે સાથે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જે રૂટે પણ ટેસ્ટ ક્રિકેટનું સમર્થન કર્યું છે. કોહલીએ કહ્યું કે, 'આ શાનદાર છે, આ મારુ સૌથી વધુ મનગમતું ક્રિકેટ ફોર્મેટ છે અને ક્રિકેટનું સૌથી શાનદાર ફોર્મેટ છે. અમને ટેસ્ટ ક્રિકેટ જોવી ગમે છે.'