શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપ ફાઇનલમાં થયેલા વિવાદ બાદ ICCએ બદલ્યો સુપર ઓવરનો નિયમ, જાણો શું છે નવો નિયમ
ગ્રુપ લેવલની મેચોમાં જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહેશે તો તેને ટાઇ જ માનવામાં આવશે, પણ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે જ્યાં સુધી પરિણામ ના આવે
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019ની ક્રિકેટ ફાઇનલમાં સુપર ઓવરમાં મેચ ટાઇ રહી, બાદમાં ન્યૂઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયુ આને લઇને ક્રિકેટ જગતમાં વિવાદ થયો હતો. કેટલાય દિગ્ગજોએ નિયમનો ખોટો ગણાવ્યો હતો. જેને લઇને હવે આઇસીસીને સુપર ઓવરના નિયમનો બદલવાનો વારો આવ્યો છે.
ફેરફાર કરેલો સુપર ઓવર નિયમ.....
આઇસીસીએ બદલેલા સુપર ઓવરના નવા નિયમ પ્રમાણે, જો સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવરમાં બન્ને ટીમો બરાબર (એકસરખા) રન બનાવે છે, તો ફરીથી સુપર ઓવર થશે. સુપર ઓવર ત્યાં સુધી થશે જ્યાં સુધી કોઇ એક ટીમ વિજેતા ના બની જાય.
આઇસીસીની બોર્ડની બેઠક બાદ એક સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવ્યુ, 'આઇસીસી ક્રિકેક સમિતિ, મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ)ની સમિતીની ભલામણ બાદ આ સહમતી બની છે કે સુપર ઓવરનો ઉપયોગ આઇસીસીની મેચોમાં ચાલુ રહેશે, અને આને ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી ટૂર્નામેન્ટનુ પરિણામ સ્પષ્ટ રીતે ના આવે. આ મામલામાં ક્રિકેટ સમિતિ અને સીઇઓ બન્ને સહમત હતા કે રમતને રોમાંચક અને આકર્ષક બનાવવા માટે વનડે અને ટી20 વર્લ્ડકપની બધી મેચોમાં આનો ઉપયોગ કરવામાં આવશે.''
સ્ટેટમેન્ટ અનુસાર, 'ગ્રુપ લેવલની મેચોમાં જો સુપર ઓવર બાદ પણ મેચ ટાઇ રહેશે તો તેને ટાઇ જ માનવામાં આવશે, પણ સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં સુપર ઓવર ત્યાં સુધી કરાવવામાં આવશે જ્યાં સુધી પરિણામ ના આવે.' નોંધનીય છે કે, 14 જુલાઈના લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હાર આપી હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા, ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનવા 242 રન બનાવવાના હતા પરંતુ 241 રન જ કરી શકતા મેચ ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પણ બંને ટીમોએ સરખા બનાવ્યા હતા. આખરે ઈંગ્લેન્ડે મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારી હોવાથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.ICC: In group stages,if Super Over is tied, match will be tied. In Semi Finals/Finals, there's one change to Super Over regulation in keeping with basic principle of scoring more runs than the opponent to win,Super Over will be repeated until one team has more runs than the other https://t.co/5fpM9ayHzW
— ANI (@ANI) October 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement