શોધખોળ કરો
Advertisement
ICC Test Ranking: વિરાટ કોહલી ટોચના સ્થાને યથાવત, ટોપ ટેનમાં ભારતના 3 ખેલાડી
અજિંક્ય રહાણેના ટેસ્ટ રેન્કિંગમાં સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગયો છે. ICC ટેસ્ટ રેન્કિંહમાં ટોપ 10માં ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓનો સમાવેશ થયો છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનનો તાજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જાળવી રાખ્યો છે. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેના ટેસ્ટ રેન્કિંગમાં સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગયો છે. ICC ટેસ્ટ રેન્કિંહમાં ટોપ 10માં ટીમ ઈન્ડિયાના 3 ખેલાડીઓનો સમાવેશ થયો છે.
કેપ્ટન કોહલી 928 પોઈન્ટ સાથે રેન્કિંગમાં મોખરાના સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ કરતા 17 પોઈન્ટ્સ વધુ રહ્યા હતા. આ યાદીમાં છઠ્ઠા ક્રમે 791 પોઈન્ટ્સ સાથે ચેતેશ્વર પૂજારા છે. ટોચના 10 ખેલાડીઓમાં ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. અજિંક્ય રહાણે 759 પોઈન્ટ્સ સાથે આઠમા ક્રમે છે.
આઈસીસી ટોપ બોલર્સની યાદીમાં 794 પોઈન્ટ્સ સાથે ભારતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ છઠ્ઠા સ્થાને રહ્યો છે. આ ઉપરાંત ટોચના 10 બોલર્સમાં રવિચંદ્રન અશ્વિન આઠમો અને મોહમ્મદ શમીનો દસમા સ્થાને સમાવેશ થાય છે.
ઝિમ્બાબ્વે સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં 10 વિકેટથી જીત મેળવનારી શ્રીલંકના ટીમના એંજેલો મેથ્યૂઝ ટોચના 20 બેટ્સમેનોનની યાદીમાં પહોંચ્યો છે. ઝિમ્બાબ્વે સામે મેથ્યૂઝે અણનમ 200 રનની ઈનિંગ રમી હતી. શાનદાર સદી સાથે સ્ટોક્સ તેના કારકિર્દીના સૌથી શ્રેષ્ઠ રેન્કિંગ ક્રમે પહોંચ્યો છે. બેટિંગમાં સ્ટોક્સ દસમાં ક્રમે જ્યારે બોલિંગમાં 29માં ક્રમે રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement