શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાનના આ યુવા ખેલાડીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ, જાણો વિગતે
મીડિયા રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનના વિકેટકીપર અને બેટ્સમેન ઇકરામ અલી ખીલે સચિનના એક રેકોર્ડને તોડી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન ઇકરામ અલી ખીલે વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ના પોતાના અંતિમ મેચમાં શાનદાર ઇનિંગ રમીને એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇકરમ અલીએ વર્લ્ડકપ 2019ના 42માં મેચમાં વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ 86 રનની ઇનિંગ રમી. તેની સાથે જ વર્લ્ડકપમાં આટલા રન બનાવનાર સૌથી ઓછી ઉંમરને ખેલાડી બની ગયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનના વિકેટકીપર અને બેટ્સમેન ઇકરામ અલી ખીલે સચિનના એક રેકોર્ડને તોડી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઇકરામ અલી ખીલે ગુરુવારે વેસ્ટઈન્ડીઝ સામેની મેચમાં 86 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે તેને એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે સૌથી ઓછી ઉમરમાં વર્લ્ડ કપમાં આટલા રન બનાવનાર ખેલાડી બન્યો છે. ઇકરામની આ ઈંનિગ્સ પહેલા 20 વર્ષથી ઓછી ઉંમરમાં વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરના નામે હતો.
આપને જણાવી દઈએ કે સચિને 1992 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સાથે 18 વર્ષ 323 દિવસની ઉંમરમાં 84 રન બનાવ્યા હતા. ઉપરાંત 1992 વર્લ્ડ કપમાં જ સચિને ઝિમ્બાબ્વે સામે 18 વર્ષ 318 દિવસની ઉંમરમાં 81 રન બનાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion