શોધખોળ કરો
Advertisement
IndvAus: ભારતને જીતવા 273 રનનો લક્ષ્યાંક, ઉસ્માન ખ્વાજાના 100, ભુવનેશ્વરની 3 વિકેટ
નવી દિલ્હીઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 272 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 100 તથા પીટર હેન્ડ્સકોમ્બે 52 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 48 રનમાં 3, જાડેજાએ 42 રનમાં 2, અને શમીએ 57 રનમાં બે વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ આજે ફરી ખર્ચાળ સાબિત થયો હતો. 10 ઓવરમાં તેણે 74 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
આજની મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઇ રહી છે. હાલમાં બન્ને ટીમો સીરીઝમાં 2-2ની બરાબરી પર છે, જેથી અંતિમ વનડે બન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ બન્યો છે.Innings Break!#TeamIndia restrict Australia to a total of 272/9 in 50 overs
Scorecard - https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/dyHKwRSLgI — BCCI (@BCCI) March 13, 2019
પાંચમી વનડે માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફારો કરવામાં આવ્યા છે, યુજવેન્દ્ર ચહલ અને લોકેશ રાહુલની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને સામેલ કરવામા આવ્યા છે.#INDvAUS 5th ODI: Australia score 272/9 in their 50 overs ( Usman Khawaja -100) pic.twitter.com/AfwwjUIvz3
— ANI (@ANI) March 13, 2019
ઓસ્ટ્રેલિયન ટીમ પણ બે ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. શોન માર્શની જગ્યાએ માર્કસ સ્ટૉઇનિસ અને જેસન બેહરેનડોર્ફની જગ્યાએ નાથન લિયોનને ટીમમાં સમાવાયા છે.Here's the Playing XI for #INDvAUS pic.twitter.com/D60E9kZQXj
— BCCI (@BCCI) March 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion