IND Vs ENG 3rd Test Score: ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડના વિના વિકેટે 120 રન, 42 રનની મેળવી લીડ
IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડે વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ, પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે.
Background
IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. લૉર્ડ્સ ટેસ્ટમાં 20 માંથી 19 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.
ઇગ્લેન્ડે મેળવી 42 રનની લીડ
ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 42 રનની લીડ મેળવી લીધી છે. ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં પ્રથમ દિવસની રમતના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 120 રન બનાવી લીધા છે. રોરી બર્ન્સ 52 અને હામિદ 60 રન પર રમતમાં હતા. આ અગાઉ ટીમ ઇન્ડિયા 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે ઘરઆંગણે ભારત વિરુદ્ધ સદીની ભાગીદારી કરી
ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડેના બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત અપાવી છે. ભારત વિરુદ્ધ ઘરઆંગણે રમતા 10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે 100થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ અગાઉ વર્ષ 2011માં ઇગ્લેન્ડના ઓપનર્સ એલિસ્ટર કૂક અને એન્ડ્ર્યૂ સ્ટ્રોસે 186 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.





















