શોધખોળ કરો
IND vs ENG: 100મી ટેસ્ટમાં સદી નોંધાવનાર જો રૂટે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર વિશ્વનો પહેલો બેટ્સમેન
ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન રૂટ પોતાની 100મી ટેસ્ટમાં સદી નોંધાવનાર દુનિયાનો 9મો ક્રિકેટર બની ગયો છે.

તસવીર-ICC ટ્વિટર
IND vs ENG: ભારત વિરુદ્ધ રમાઈ રહેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ ટેસ્ટમાં પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે સદી નોંધાવીને ઈતિહાસ રચી દીધો છે. રૂટ 100મી ટેસ્ટમાં સદી નોંધાવનાર દુનિયાનો 9મો ક્રિકેટર બની ગયો છે. જ્યારે 98,99 અને 100મી મેચમાં સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે કેપ્ટન જો રૂટ 128 રન બનાવી રણનમ રહ્યો હતો. જો રૂટ 100મી ટેસ્ટમાં સદી નોંધાવનાર દુનિયાનો 9મો ક્રિકેટર બની ગયો છે. રૂટ પહેલા કોલિન કોડ્રે, જાવેદ મિયાંદાદ, ગોર્ડન ગ્રીનિઝ, એલેક સ્ટીવર્ટ, ઈંઝમામ ઉલ હક, રિકી પોન્ટિંગ( બન્ને ઈનિંગમાં સદી), ગ્રીમ સ્મિથ અને હાશિમ આમલા પોતાની 100મી ટેસ્ટ મેચમાં સદી નોંધાવી ચુક્યા છે. રૂટ પહેલો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે પોતાની 98, 99 અને 100મી ટેસ્ટ મેચમાં સદી નોંધાવી છે. જો રૂટના ટેસ્ટ કેરિયરમાં આ 20મી અને આ વર્ષની ત્રીજી સદી છે. આ પહેલા તેણે બે સદી શ્રીલંકા સામે મારી હતી. જો રૂટ સાથે ત્રીજો એવો ક્રિકેટર બની ગયો છે જેણે પોતાની પ્રથમ અને 100મી ટેસ્ટ એક જ દેશ સામે રમી હોય. રૂટે ભારત વિરુદ્ધ 2012માં નાગપુરમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. રૂટ પહેલા વેસ્ટઈન્ડિઝના કાર્લ હુપર અને ભારતના કપિલ દેવે પણ પોતાની પ્રથમ અને 100મી ટેસ્ટ એક જ દેશ વિરુદ્ધ રમી હતી.
વધુ વાંચો





















