શોધખોળ કરો
Advertisement
રિષભ પંત અને આ બે ખેલાડીઓ થશે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ,જાણો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો કાલે શુક્રવારે રમાશે.
વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો કાલે શુક્રવારે રમાશે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત આ મેચ ખૂબ જ રોમાંચક હશે. આ પહેલા રમાયેલી ટી20 સિરીઝમાં ભારતે 5-0થી જીત મેળવી હતી, જ્યારે વન ડેમાં ન્યૂઝિેલન્ડની ટીમે ભારતને 3-0થી હાર આપી હતી. એવામાં ટેસ્ટ સિરીઝમાં શું થશે તો જોવું રસપ્રદ રહેશે.
શુક્રવારે ભારતના સમય અનુસાર મેચ સવારે 4 વાગ્યે શરૂ થશે. ટોસ સાડા ત્રણ વાગ્યે થશે. ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે ક્યા 11 ખેલાડીઓ મેદાન પર હશે? તે લગભગ નક્કી થઈ ગયું છે. મયંક અગ્રવાલ સાથે પૃથ્વી શો મેદાન પર આવશે, જ્યારે શુભમન ગિલને પોતાના ટેસ્ટ ડેબ્યૂને લઈને થોડી રાહ જોવી પડશે. વધારે બદલાવ ટીમમાં નહી કરાય.
બેટીંગ ક્રમની વાત કરવામાં આવે તો મયંક અગ્રવાલ, પૃથ્વી શોના બાદ પુજારા, કોહલી અને રહાણે રમશે. કેપ્ટન કોહલી જો વિકેટકિપર સહિત 6 બેટ્સમેન સાથે ઉતરશે તો જાડેજા અને અશ્વીનનું રમવાનું નક્કી છે.
છેલ્લી 5 ટેસ્ટ, 6 વનડે અને 5 ટી20 મેચમાંથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા રિષભ પંતને રિદ્ધિમાન સહાની જગ્યાએ પ્લેઈંગ ઈલેલનમાં સ્થાન મળી શકે છે, કારણ કે પ્રેક્ટિસ મેચમાં તેણે શાનદાર ઈનિંગ રમી હતી. જો વિરાટ કોહલી સહાને સ્થાન આપશે તો હનુમા વિહારને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. આ સાથે જ ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ ટેસ્ટ ટીમમાં વાપસી કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement