શોધખોળ કરો
Advertisement
વર્લ્ડ કપ 2019: 150 KMની સ્પિડે બોલિંગ ફેંકનાર આ ખેલાડીને કેમ ઈંગ્લેન્ડ બોલાવી લેવાયો? જાણો કારણ
ટીમ મેનેજમેન્ટે બાકીની મેચો માટે ભારત ‘A’ ટીમના બોલર નવદીપ સૈનીને નેટમાં બોલિંગ માટે ઈંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો છે. સૈનીને હાલમાં સ્ટેન્ડબાય લિસ્ટમાં રખાયો છે.
નવી દિલ્હી: વર્લ્ડકપમાં ભારતીય ટીમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પગમાં માંસપેશીઓ ખેંચાવાના કારણે મેચ રમી શકતો નથી. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે બાકીની મેચો માટે ભારત ‘A’ ટીમના બોલર નવદીપ સૈનીને નેટમાં બોલિંગ માટે ઈંગ્લેન્ડ બોલાવી લેવામાં આવ્યો છે.
સૈનીને હાલમાં સ્ટેન્ડબાય લિસ્ટમાં રખાયો છે. બીસીસીઆઈના મીડિયા વિભાગે તેમના અધિકારિક વોટ્સએપ ગ્રુપ પર આ જાણકારી આપી હતી. જે મુજબ, નવદીપ સૈની માન્ચેસ્ટર પહોંચી ગયો છે અને તે ત્યાં ભારતીય ટીમ સાથે ટ્રેનિંગ કરશે. તે અહીં એકમાત્ર નેટ બોલર છે.
ઉલ્લેખનીય છે કે ભુવનેશ્વર કુમાર સ્નાયુ ખેંચાવાના કારણે હાલમાં બે-ત્રણ મેચો માટે બહાર છે. તેની આ ઈજા ગંભીર છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. તેણે હળવી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે પરંતુ ફિઝિયોની કેટલીક ટ્રેનિંગમાં તેને હજુ મુશ્કેલી આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement