શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલીએ થોડા સમય અગાઉ કહ્યું હતું કે, તેમની ટીમ ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે.
નવી દિલ્હીઃ ભારત આ વર્ષે યોજાનારા ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમી શકે છે. બીસીસીઆઇના સૂત્રોએ રવિવારે આ જાણકારી આપી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ થોડા સમય અગાઉ કહ્યું હતું કે, તેમની ટીમ ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છે.
બીસીસીઆઇના એક સૂત્રએ નામ ન આપવાની શરતે કહ્યુ કે, ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટ રમી શકે છે. ભારતે પોતાની પ્રથમ ડે-નાઇટ મેચ છેલ્લા વર્ષે નવેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઇડન ગાર્ડનમાં રમી હતી અને આ મેચને સરળતાથી જીતી હતી.
છેલ્લા મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં ત્રણ મેચની વન-ડે સીરિઝ અગાઉ કોહલીએ કહ્યું હતું કે અમે પડકાર માટે તૈયાર છીએ. પછી તે પર્થમાં હોય કે ગાબામાં હોય. આ અમારા માટે મહત્વ નથી રાખતું. આ કોઇ પણ ટેસ્ટ સીરિઝમાં રોમાંચક હિસ્સો બની ગયો છે અને અમે ડે-નાઇટ ટેસ્ટ રમવા માટે તૈયાર છીએ. ભારતે 2018માં એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાની ઓસ્ટ્રેલિયાની વિનંતી ફગાવી દીધી હતી અને તેમાં અનુભવ ઓછો હોવાની વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion