શોધખોળ કરો
Advertisement
IND vs AUS: ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે 104 રન, ટીમ ઇન્ડિયા જીતથી છ વિકેટે દૂર
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ છે. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ચાર વિકેટના નુકસાન પર 104 રન બનાવ્યા હતા. દિવસના અંતે શોન માર્શ 31 અને ટ્રેવિસ હેડ 11 રન બનાવીને રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે હજુ 219 રનની જરૂર છે અને તેની છ વિકેટ હાથમાં છે. જ્યારે ટીમ ઇન્ડિયાને ટેસ્ટના અંતિમ દિવસે મેચ જીતવા માટે ફક્ત છ વિકેટની જરૂર છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 323 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ અને મુરલી વિજયે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. મુરલી વિજય 18 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 34 રન બનાવી આઉટ થયો હતો.
આ પહેલા ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ઈનિંગ 235 રનમાં સમેટાઈ જતાં ભારતને 15 રનની નજીવી સરસાઈ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેડે સર્વાધિક 72 રન બનાવ્યા હતા. નાથન લાયન 24 રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને 3-3 તથા ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને 2-2 વિકેટ મળી હતી. શમીએ વેડ અને હેઝડવુડને સતત બે બોલમાં આઉટ કરી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ સમાપ્ત કરી હતી. વિકેટકિપર રિષભ પંતે 6 કેચ ઝડપ્યા હતા.
બીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ઈનિંગની શરૂઆત પણ સારી નહોતી રહી અને 100 રન સુધીમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી અશ્વિનને 3 સફળતા મળી હતી.
ભારતે પ્રથમ ઈનિંગમાં 250 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રના રન મશીન ગણાતા ચેતેશ્વર પૂજારાએ 16મી સદી ફટકારવાની સાથે ટીમ ઈન્ડિયાને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement