શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ind vs Aus: ત્રીજા દિવસના અંતે ભારતની ઓસ્ટ્રેલિયા પર 346 રનની લીડ, ક્યૂમિન્સની 4 વિકેટ, ભારતનો સ્કૉર 54/5
મેલબોર્નઃ ત્રીજા ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. ભારતે ઓસ્ટ્રેલિયા પર 346 રનની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી હાલ મયંક અગ્રવાલ અને રીષભ પંત રમતમાં છે, જેની સાથે જ ભારતનો સ્કૉર 5 વિકેટના નુકશાને 54 રન સુધી પહોંચ્યો છે.
ત્રીજા દિવસની રમત ભારત માટે સૌથી ખરાબ રહી, ભારતે ઓપનર વિહારી બાદ એકપછી એક સળંગ 5 વિકેટ ગુમાવી દીધી હતી, ઓસ્ટ્રેલિયા તરફથી ક્યૂમિન્સે 4 તથા હેઝલવુડે 1 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી કોહલી અને પુજારા શૂન્ય રને આઉટ થયા હતા.
ટીમ ઇન્ડિયાની બેટિંગની વાત કરીએ તો હનુમા વિહારી 13 રન, ચેતેશ્વર પુજારા 0 રન, વિરાટ કોહલી 0 રન, અજિંક્યે રહાણે 1 રન અને રોહિત શર્મા 5 રન નોંધાવી શક્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ ક્યૂમિન્સે ઘાતક બૉલિંગનુ પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી.
અગાઉ પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ પણ ખરાબ પ્રદર્શન સાથે માત્ર 151 રનના સ્કૉરે ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતને પહેલી ઇનિંગમાં 292 રનની લીડ મળી હતી.
ટીમ ઇન્ડિયાએ શાનદાર બૉલિંગ કરતાં બુમરાહે 5 વિકેટ, જાડેજાએ 2 વિકેટ જ્યારે ઇશાન્ત શર્મા અને મોહમ્મદ શમીને 1-1 વિકેટ ઝડપી ઝડપી હતી.
ચેતેશ્વર પુજારાની 17મી ટેસ્ટ સદી તથા અન્ય બેટ્સમેનોના ઉપયોગી યોગદાનના કારણે ભારતે મેલબોર્નની મુશ્કેલ પીચ પર ટેસ્ટ મેચના બીજા દિવસે ગુરુવારે પોતાની પહેલી ઇનિંગ 443 રન પર ડિકલેર કરી હતી, આ સમયે ભારતે 7 વિકેટ પણ ગુમાવી હતી.
આના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમત પુરી થવા સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 8 રન બનાવ્યા હતા. બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમ 435 રન પાછળ હતી.
ભારતીય ઇનિંગ જોઇએ તો પુજારાએ 106 રન, કેપ્ટન કોહલીએ 82 રન, મયંક અગ્રવાલએ 76 રન અને રોહિત શર્માએ અણનમ 63 રન ફટકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion