શોધખોળ કરો
Advertisement
INDvsBAN: આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
રોહિત શર્મા આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરિઝની પ્રથમ મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યેથી શરૂ થશે. જેનું લાઈ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર જોઈ શકાશે. ત્યારે બીજી તરફ દિલ્હીની હવાની ગુણવત્તા પોતાના ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. ગત સપ્તાહથી હવા સતત પ્રદુષિત થઈ રહી છે. ખરાબ હવાના કારણે બાંગ્લાદેશના ખેલાડીઓ પણ પ્રેક્ટિસ મેચ દરમિયાન ચહેરા પર માસ્ક પહેરીને રમ્યા હતા.
રોહિત શર્મા આ સીરિઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. વિરાટ કોહલીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી 20 સીરિઝ રમી હતી જેમાં 1-1 થી બરાબરી રહી હતી. ભારતની નજર આ સીરિઝ જીતવા પર રહેશે. વિરાટ કોહલીની અનુપસ્થિતિમાં ટીમની બેટિંગ રોહિત અને શિખર ધવન પર નિર્ભર રહેશે.
ભારતની સંભવિત ટીમ: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનીષ પાન્ડે, રિષભ પંત(વિકેટકિપર), વોશિંગટન સુંદર, ક્રુણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, દીપક ચાહર, ખલીલ અહમદ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement