શોધખોળ કરો
Advertisement
ICC Women’s T20I World Cup: ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 18 રનથી આપી હાર
ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી.
પર્થઃ ICC મહિલા T-20 વર્લ્ડકપમાં આજે ગ્રુપ-એમાં ભારતનો બાંગ્લાદેશ સામે મુકાબલો હતો. જેમાં ભારતે બાંગ્લાદેશને 18 રનથી હાર આપીને ટુર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી હતી. મેચ જીતવા 143 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 124 રન જ બનાવી શકી હતી.
બાંગ્લાદેશ તરફથી નીગર સુલ્તાનાએ 26 બોલમાં 35 તથા મુર્શિદ ખાતુને 26 બોલમાં 30 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૂનમ યાદવે 18 રનમાં 3, અરુંધતિ રેડ્ડીએ 33 રનમાં 2 તથા શિખા પાંડેએ 14 રનમાં 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી 39 રનની આક્રમક ઈનિંગ રમનારી શેફાલી વર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી.Two wins from two for #TeamIndia at the #T20WorldCup 🔥🔥 Onwards and upwards from here on! 💪💪
Scorecard 👉 https://t.co/Pknzdpr9fD pic.twitter.com/9S9KFV1qcT — BCCI Women (@BCCIWomen) February 24, 2020
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 142 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શેફાલી વર્માએ 17 બોલમાં 39 રનની આક્રમક ઈનિંગ રમી હતી. જેમીમા રોડ્રિગ્સે 34 રન બનાવ્યા હતા. વેદા કૃષ્ણામૂર્તિ 11 બોલમાં 20 રન બનાવી નોટઆઉટ રહી હતી. બાંગ્લાદેશ તરફથી સલમા ખાતુને 2 અને પન્ના ઘોષે 2 વિકેટ લીધી હતી.India set Bangladesh 143 to win.
In the 2018 Asia Cup, Bangladesh chased down 142 against India, their highest T20I chase to date. Will we see history made tonight?#INDvBAN | #T20WorldCup SCORE ???? https://t.co/xD9crB4phZ pic.twitter.com/kepKCo5dfv — T20 World Cup (@T20WorldCup) February 24, 2020
ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત2️⃣ matches 2️⃣ wins India are on a roll this #T20WorldCup 💪 #INDvBAN SCORECARD 📝 https://t.co/iDG7m7cX0M pic.twitter.com/wMS2K1Aspp
— ICC (@ICC) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion