શોધખોળ કરો
IND Vs NZ: ત્રીજી વનડેમાં ટીમમાં થઈ શકે છે મોટા ફેરફાર, ટીમ સાથે જોડાયા આ બે સ્ટાર ખેલાડી
કીવી ટીમ પોતાના ખેલાડીઓની ઇજાથી પરેશાન છે. મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી પેટની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જ્યારે સ્ટાક કુગેલેજિનને વાયરલ ફીવર છે.

નવી દિલ્હીઃ પ્રથમ બે વનડેમીં ટીમ ઇન્ડિયાને હરાવીને ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. જોકે ત્રીજી અને અંતિમ વનડે પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પોતાના ખેલાડીઓની ઈજાથી પરેશાન ન્યૂઝીલેન્ડે ત્રીજી અને અંતિમ વનડે મેચ માટે ઈશ સોઢી અને બ્યેયર ટિકનરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. સોઢી અને ટિકનર ક્રાઈસ્ટચર્ચમાં ઈન્ડિયા-એની સાથે બીજી અનૌપચારિક ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ એ ટીમનો હિસ્સો હતા.
કીવી ટીમ પોતાના ખેલાડીઓની ઇજાથી પરેશાન છે. મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી પેટની સમસ્યાનો સામનો કરી રહ્યો છે, જ્યારે સ્ટાક કુગેલેજિનને વાયરલ ફીવર છે. આ ત્રણેયનું ત્રીજી વનડે મેચમાં રમવું શંકાસ્પદ છે. સેન્ટનર અને કુલેગેજિને તો ભારતની સામે ઓકલેન્ડમાં રમાયેલ બીજી વનડેમાં પણ રમ્યા ન હતા. જોકે સાઉદીની તબિયન સંપૂર્ણ ઠીક ન હોવા છતાં રમ્યા હતા અને તેણે વિરાટ કોહલીની વિકેટ પણ લીધી હતી.
આ ઉપરાંત કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સન પણ ઇજાગ્રસ્ત છે. કેન ખભાની ઈજાને કારણે પાંચ મેચની ટી20 સીરીઝની અંતિમ બે મેચ અને શરૂઆતની બે વનડે મેચમાં રમી શક્યા ન હતા.
હારવનો બદલો લેવા માગે છે ન્યૂઝીલેન્ડ
ટ્વેન્ટી-ટ્વેન્ટી સીરીઝમાં ન્યૂઝીલેન્ડને 5-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્વેન્ટી-ટ્વેન્ટી સીરીઝમાં હારનો સામનો કર્યા બાદ ન્યૂઝીલેન્ડની નજર હવે વનડે સીીરઝમા ક્લિન સ્વિપ કરીને પોતાની હારનો બદલો લેવા પર છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં 347 રનનો ટાર્ગેટનોપીછો કરી ઇન્ડિયાને ચાર વિકેટ હાર આપી હતી. જ્યારે બીજી વનડેમાં ટીમે બોલરેએ શાનદાર પ્રદર્શન કરતાં 22 રનને જીત અપાવી હતી.
વધુ વાંચો
Advertisement





















