શોધખોળ કરો
Advertisement
INDvsSA 3rd Test: ત્રીજા દિવસની રમત પૂર્ણ, ભારત જીતથી 2 વિકેટ દુર, દ.આફ્રિકાનો સ્કૉર 132/8
ત્રણ ટેસ્ટની સીરીઝમાં અંતિમ ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને ક્લિનવૉશ કરવાની કોશિશ કરશે
રાંચીઃ ભારત અને આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે. ભારતે આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ ફરીથી બેટિંગમાં આવેલી દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોએ ફરી એકવાર ઘૂંટણીયા ટેક્યા હતા. ભારતીય બૉલરોના તરખાટ સામે ત્રીજા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકા 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવી શકી હતી. વળી, આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ ભારતીય ટીમને 335 રનની લીડ મળી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી ત્રીજા દિવસના અંતે થિઓનીસ ડી બ્રૂએન 30 રન અને એનરિક નૉર્ટ્જે 5 રન બનાવીને રમતમાં હતા.
ત્રીજા દિવસની રમતમાં ભારતીય બૉલરો છવાયેલા રહ્યાં, બીજી ઇનિંગમાં આફ્રિકન બેટ્સમેનો મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ સામે ઘૂંટણીયે પડી ગયા હતા.
બીજી ઇનિંગમાં શમીએ સૌથી વધુ 3 વિકેટ, ઉમેશ યાદવે 2 વિકેટ જ્યારે જાડેજા અને અશ્વિનને 1-1 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવના એક ઘાતક બાઉન્સર ઓપનર ડીન એલ્ગરને વાગતા તેને રિટાયર્ડ હર્ટ થવુ પડ્યુ હતુ, બાદમાં એલ્ગરના સ્થાને થિઓનીસ ડી બ્યૂએન રમવા માટે મેદાનમાં આવ્યો હતો.
બીજી ઇનિંગમાં......
335 રનની લીડનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી આફ્રિકાન ટીમને શરૂઆતમાં ઉમેશ યાદવે ઝટકો આપ્યો, ઉમેશે ક્વિન્ટૉન ડીકૉકને 5 રને ક્લિન બૉલ્ડ કર્યો. બાદમાં શમીએ તરખાટ મચાવતા ઝૂબેર હમઝા (0), કેપ્ટન ફાક ડૂ પ્લેસિસને (4) અને ટેમ્બા બવુમા (0) રને સાહાના હાથમાં ઝીલાવી દીધો હતો.
ભારતીય બૉલરોના તરખાટ સામે દક્ષિણ આફ્રિકન બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા, પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા 56.2 ઓવરો રમીને 162 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ભારતે આફ્રિકાને ફોલોઓન આપ્યુ હતુ, પરંતુ બીજી ઇનિંગ પણ ખરાબ રહી હતી. ભારતે આફ્રિકા પર 335 રનની લીડ મેળવી લીધી હતી.
લંચ બાદ શમીના ઘાતક સ્પેલમાં ડેન પીડીટ (4) રને એલબીડબલ્યૂ આઉટ થયો હતો. બાદમાં કગિસો રબાડા (0)ને ઉમેશ યાદવે રનઆઉટ કરીને પેવેલિયન મોકલ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ હેનરિક ક્લાસેનને 6 રનના અંગત સ્કૉર પર ક્લિન બૉલ્ડ કર્યો હતો. ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં ભારતીય બૉલરોએ સારી બૉલિંગ કરી, સૌથી પહેલા ડુપ્લેસીસ (1)ને ઉમેશ યાદવે બૉલ્ડ કર્યો, બાદમાં ઝૂબેર હમઝા (62)ને રવિન્દ્ર જાડેજાએ બૉલ્ડ કર્યો હતો, અને પાંચમી વિકેટના રૂપમાં ટેમ્બા બવુમા (32) ને નદીમે સાહાના હાથમાં સ્ટમ્પિંગ કરાવી દીધી હતી. નદીમની આ ટેસ્ટ કેરિયરની પહેલી વિકેટ છે. ઉલ્લેખનીય છે કે, રાંચી ટેસ્ટમાં ભારતે પ્રથમ ઈનિંગ 497 રને ડિકલેર કર્યા બાદ બેટિંગમાં ઉતરેલી સાઉથ આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી. 8 રનના સ્કોર પર તેના બંને ઓપનરો પેવેલિયન પરત ફર્યા હતા. ડીન એલ્ગર (0) અને ક્વિન્ટન ડી કોકે (4) રને આઉટ થયા હતા. જે બાદ થોડા જ સમયમાં ખરાબ રોશની કારણે મેચ અટકાવી દેવામાં આવી હતી અને થોડા સમય બાદ બીજા દિવસની રમત પૂર્ણ થઈ ગયાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 9/2 હતો. કેપ્ટન ડુપ્લેસિસ 1 અને હમજા 0 રને રમતમાં હતા.That will be Tea on Day 3 of the 3rd Test.
South Africa 162 and 26/4, trail India 497/9d by 309 runs.#INDvSA pic.twitter.com/VxLf2PJ6H9 — BCCI (@BCCI) October 21, 2019
ભારતની પ્રથમ ઈનિંગ 497/9 ડિકલેર સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે પ્રથમ ઈનિંગ 9વિકેટના નુકસાન પર 497 રન બનાવી ડિકલેર કરી હતી. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. રહાણેએ 115 રન ફટકાર્યા હતા. જાડેજાએ 51 અને ઉમેશ યાદવે 31 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી જ્યોર્જ લિન્ડેએ 4 અને રબાડાએ 3 વિકેટ ઝડપી હતી.What a beauty to get first up! Faf's been undone by a beauty here. That's just gorgeous bowling.
Live - https://t.co/0ar5f8eq76 #INDvSA pic.twitter.com/SitxywIHJP — BCCI (@BCCI) October 21, 2019
પ્રથમ ઇનિંગમાં રોહિત શર્મા બેવડી સદી (212) ફટકારી આઉટ થયો હતો. રોહિતના કેરિયરની ટેસ્ટમાં પ્રથમ બેવડી સદી છે. જ્યારે રહાણે પણ શાનદાર સદી (115) બનાવી આઉટ થયો હતો.That will be early Stumps on Day 2 after bad light stops play. SA 9/2 at close and trail by 488 runs #TeamIndia #INDvSA @Paytm pic.twitter.com/NqoXE9mWI1
— BCCI (@BCCI) October 20, 2019
Innings Break!
That's it from the India innings as the Captain calls for a declaration.#TeamIndia 497/9d pic.twitter.com/Zva8hFaQaM — BCCI (@BCCI) October 20, 2019
It's all about the #SpiritOfCricket ????#INDvSA pic.twitter.com/OvTUWMOdub
— BCCI (@BCCI) October 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ઓટો
Advertisement