શોધખોળ કરો
IND v WI: આજે ત્રીજી અને અંતિમ વન ડે, બંને ટીમોની નજર શ્રેણી જીત પર, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
આ મેદાન પર ભારત કુલ 16 વન ડે રમ્યુ છે, જેમાં 4માં પરાજય થયો છે. બારાબતી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે રમાઈ છે અને તમામમાં ભારત વિજેતા બન્યું છે.

કટકઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો રવિવાર, 22 ડિસેમ્બરના રોજ ઓડિશાના કટકમાં રમાશે. બંને ટીમો સીરિઝમાં 1-1ની બરાબરી પર છે. પ્રથમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટથી જીત મેળવી હતી તો બીજી વન ડેમાં ભારતનો 107 રનથી વિજય થયો હતો. ત્રીજી વન ડે મેચમાં બંને ટીમો સીરિઝ પોતાના નામે કરવાના ઈરાદે મેદાન પર ઉતરશે. કટકમાં વિન્ડિઝ સામે કયારેય નથી હાર્યુ ભારત ભારતીય ટીમને ફરીથી ઓપનર્સ પાસેથી મજબૂત પ્રદર્શનની આશા રહેશે. ટીમ ઈન્ડિયાનો મધ્યક્રમ પણ સારા ફોર્મમાં છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફરીથી તેના બોલર્સ પાસેથી સારા દેખાવની આશા રાખશે. ભારત 2003 પછી કટકમાં હાર્યુ નથી. આ મેદાન પર ભારત કુલ 16 વન ડે રમ્યુ છે, જેમાં 4માં પરાજય થયો છે. બારાબતી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે રમાઈ છે અને તમામમાં ભારત વિજેતા બન્યું છે. 9 નવેમ્બર, 1994ના રોજ રમાયેલી વન ડેમાં ભારતે વિન્ડિઝને 8 વિકેટથી હાર આપી હતી. 24 જાન્યુઆરી, 2007ના રોજ રમાયેલી એક દિવસીય મેચમાં ટીમ ઈન્ડિયાનો 20 રનથી વિજય થયો હતો. 29મી ડિસેમ્બર, 2011ના રોજ રમાયેલી મેચમાં ભારતનો 1 વિકેટથી વિજય થયો હતો. કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ કટકના બારામતી સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ 1.00 કલાકે થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ હોટ સ્ટારથી જોઈ શકાશે. ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે, મનીષ પાંડે, મયંક અગ્રવાલ કોહલી બન્યો સાન્તાક્લોઝ, બાળકોને ગિફ્ટ આપી કહી આ વાત, જાણો વિગત દિલ્હીઃ CAAના વિરોધ વચ્ચે પીએમ મોદીની આજે રેલી, વિધાનસભા ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ કાંકરિયા કાર્નિવલઃ દિગ્ગજ ગુજરાતી કલાકારો મચાવશે ધૂમ, જુઓ કાર્યક્રમ સંપૂર્ણનું લિસ્ટ
વધુ વાંચો





















