શોધખોળ કરો
ટીમ ઇન્ડિયામાંથી બહાર થયા બાદ રિષભ પંત હવે આ દિગ્ગજના શરણે, શરૂ કરી ટ્રેનિંગ
સતત પોતાના ખરાબ પ્રદર્શનથી નિરાશ કરી રહેલ રિષભ પંતને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ટીમમાં સ્થાન આપવામાં ન આવ્યું.

નવી દિલ્હીઃ મેદાન પર પોતાની બેજવાબદારી કિપિંગને કારણે વારંવાર ટીકારોના નિશાને આવનાર યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પોતાની વિકેટકીપિંગમાં સુધારો કરવા માટે કિરણ મોરેની સાથે કામ કરી રહ્યો છે. મોરે ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાંથી એક છે. ટીમ મેનેજમેન્ટ સાથે જોડાયેલ એક સૂત્રએ કહ્યું કે, પંત ખૂબ જ મેહનતી છે. તેની જગ્યાએ રિદ્ધિમાન સાહાને અંતિમ 11માં સ્થાન આપવામાં કોઈ મુશ્કેલી નથી. બસ ટીમ એટલું ઈચ્છે છે કે પંત સ્પિન વિરૂદ્ધ પોતાની વિકેટકીપિંગમાં સુધારો કરે. નોંધનીય છે કે, સતત પોતાના ખરાબ પ્રદર્શનથી નિરાશ કરી રહેલ રિષભ પંતને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ટીમમાં સ્થાન આપવામાં ન આવ્યું. મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા પંત પાસેથી બધાને ઘણી આશા છે. 21 વર્ષના આ યુવા ખેલાડીને ટી20 વર્લડકપ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલમાં બેટિંગમાં તેના નબળા પ્રદર્શનને કારણે તને ટીકાનો સામો કરવો પડી રહ્યો છે. પંતના શોટ રમવાને લઈને ટીમ ઇન્ડિયા બેટિંગ કોચ વિક્રમ રાઠોડે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેણે એ સમજવું પડશે કે બેજવાબદારી અને બેદરકારીમાં ફેર હોય છે. આફ્રિકા વિરૂદ્ધ ટી20 સીરીઝમાં પણ પંત કંઈ ખાસ કરી ન શક્યો, ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, અમે પંતના વિકલ્પ તરીકે યુવા ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છીએ.
વધુ વાંચો




















