શોધખોળ કરો
મુંબઇ IPLની બહાર થઇ જતા પ્રીતિ ઝિન્ટા થઇ ગઇ ખુશ ? વીડિયો જુઓ શું બોલી?

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2018ના પ્લે ઓફમાં પહોંચનારી ટીમો નક્કી થઇ ગઇ છે. હૈદરાબાદ, ચેન્નઇ, કોલકત્તા અને રાજસ્થાન પ્લે ઓફમાં પહોંચી ગયા છે. બીજી તરફ દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેગ્લોર, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ સફર ખત્મ થઇ ગઇ છે. રવિવારે દિલ્હી સામે હારતા મુંબઇ અને ચેન્નઇ સામે હારતા પંજાબની પ્લે ઓફમાં પહોંચવાની આશા પૂર્ણ થઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટા ખૂબ ખુશ લાગી રહી છે. વીડિયો શેર કરતા લોકોને લાગી રહ્યું છે કે વીડિયોમાં પ્રીતિ મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં ન પહોચતા ખૂબ ખુશ લાગી રહી છે. જોકે, વીડિયોને જોઇને કાંઇ સ્પષ્ટ બાબત સમજમાં આવી રહી નથી. જોકે, લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું મુંબઇ ઇન્ડિયન્સનું પ્લે ઓફમાંથી બહાર જતા ખુશ લાગી રહી છે. નોંધનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત આઇપીએલની ચેમ્પિયન બની ચૂકી છે. જ્યારે પંજાબે અત્યાર સુધીમાં એક પણ આઇપીએલનું ટાઇટલ જીત્યું નથી.
Did #PreityZinta just say “I am just very happy that Mumbai is not going to the finals..Really happy” ???? #CSKvKXIP #MIvsDD #IPL #IPL2018 pic.twitter.com/KWaxSUZYZh
— Jo (@jogtweets) May 20, 2018
વધુ વાંચો





















