શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPL: પોલાર્ડને આવ્યો ગુસ્સો અને પછી હવામાં જ......, અમ્પાયરે લઈ લીધો ઉધડો....
અમ્પાયર દ્વારા વાઈડ બોલ ન આપવા પર કીરોન પોલાર્ડ ભડકી ગયા અને તેમણે બેટ ઉછાળી દીધુ. ત્યારબાદ તે ક્રિઝમાં ઘણો બહાર જઈ ઉભો રહ્યો અને પછી બેટિંગમાંથી હટી ગયો.
નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન કીરોન પોલાર્ડને આઈપીએલમાં માત્ર પોતાની શાનદાર બેટિંગ માટે જ ઓળખવામાં નથી આવતા પરંતુ વિરોધ વ્યક્ત કરવાની તેની રીત પણ ચર્ચામાં રહે છે. રવિવારે હૈદ્રાબાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરૂદ્ધ આઈપીએલ ફાઈનલમાં પોલાર્ડે અપ્યારના એક નિર્ણય પર અનોખી રીતે વિરોધ કરતાં જોવા મળ્યા.
અમ્પાયર દ્વારા વાઈડ બોલ ન આપવા પર કીરોન પોલાર્ડ ભડકી ગયા અને તેમણે બેટ ઉછાળી દીધુ. ત્યારબાદ તે ક્રિઝમાં ઘણો બહાર જઈ ઉભો રહ્યો અને પછી બેટિંગમાંથી હટી ગયો. મેદાન પર રહેલા અમ્પાયર ઈયન ગૂલ્ડ અને નિતિન મેનને ત્યારબાદ પોલાર્ડનો ઉધડો લઈ લીધો અને તેને આવું વર્તન ફરી ન કરવાની ચેતવણી આપી.
મુંબઈની ઇનિંગની 20મી ઓવર ડ્વેન બ્રાવોએ કરી. બીજો બોલ ફૂલ લેંથ પર ધીમી ગતિથી નાખવામાં આવ્યો પરંતુ પોલાર્ડ ક્રિઝ લાઈનથી બહાર હતો. જોકે, પોલાર્ડ ઓપ સ્ટંપથી બહાર આવી ગયો હતો, એટલે અમ્પાયરે વાઈડ ન આપ્યો.
ત્રીજો બોલ પણ બ્રાવોએ આ અંદાજમાં યોર્કર નાખ્યો અને પોલાર્ડે આને વાઈડ સમજી વિકેટકીપર એમએસ ધોની પાસે જવા દીધો. પરંતુ અમ્પાયર નિતિન મેનને તેને વાઈડ ન આપ્યો. જેના કારણે ગુસ્સામાં તેણે બેટ હવામાં ઉછાળી દીધુ. બાદમાં તે સ્ટમ્પની જગ્યાએ ક્રીઝના વાઈડ બોલની લાઈન પર આવી ઉભો થઈ ગયો અને પિચ છોડીને ઓફ સાઈડમાં ચાલવા જતો રહ્યો. તેના કારણે બ્રાવોએ બોલિંગમાં વચમાં જ ઉભુ રહેવું પડ્યું.
જોકે અમ્પાયર ઈયન ગૂલ્ડ અને નિતિન મેનન નારાજ જોવા મળ્યા. બંને તુરંત પોલાર્ડ પાસે ગયા અને તેને આ પ્રકારના વ્યવહાર માટે ચેતવણી આપી. આ દરમ્યાન પોલાર્ડ અમ્પાયરની સામે જોઈ પણ રહ્યો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મનોરંજન
મહિલા
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion