શોધખોળ કરો
IPL ઈતિહાસનો 'સૌથી મોટો' રેકોર્ડ બનાવ્યો ધોનીએ, તોડવો લગભગ શક્ય નથી....
આઈપીએલના ઈતિહાસમાં 130 વખત એવું બન્યું છે જ્યારે એક જ સીઝનમાં 400થી વદારે રન પ્લેયર્સે કર્યા હોય. પરંતુ એ કોઈપણ ખેલાડાની એવરેજ ધોની જેટલી નથી રહી.

નવી દિલ્હીઃ આઈપીએલ 12 હવે તેના અંતિમ તબક્કામાં છે. ક્વોલિફાયર મેચમાં ચેન્નઈને હરાવીને મુંબઈ ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યારે સીએસકે માટે હજુ પણ ફાઈનલમાં પહોંચવાની તક છે. એક બાજુ અનેક બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ધોનીએ જે કારનામું કર્યું છે તે અત્યાર સુધી કોઈ ખેલાડી કરી નથી શક્યા. ટી20ના સ્ટાર બેટ્સમેનની વાત કરીએ તો પહેલા કોહલી, ડેવિડ વોર્નર, રસેલ, ગેલ, કેએલ રાહુલ જેવા બેટ્સમેનના નામ મગજમાં આવશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ધોનીએ ટી20માં જે રેકોર્ડ બનાવ્યો છે તે આ તમામ પ્લેયર્સ પણ નથી કરી શક્યા.
આઈપીએલના ઈતિહાસમાં 130 વખત એવું બન્યું છે જ્યારે એક જ સીઝનમાં 400થી વદારે રન પ્લેયર્સે કર્યા હોય. પરંતુ એ કોઈપણ ખેલાડાની એવરેજ ધોની જેટલી નથી રહી. ધોનીએ આઈપીએલ-12માં 135ની એવરેજથી રન બનાવ્યા છે. બીજી બાજુ આ રેકોર્ડ પહેલા વિરાટ કોહલીના નામે હતો જેણે 2016માં 81.08ની એવરેજથી રન બનાવ્યા હતા. ટોપ એવરેજઃ ધોની 2019 - 135.00, વિરાટ 2016 - 81.08, ધોની 2018 - 75.83, વોર્નર 2019 - 69.20, શોન માર્શ 2008 - 68.44
આઈપીએલના ઈતિહાસમાં 130 વખત એવું બન્યું છે જ્યારે એક જ સીઝનમાં 400થી વદારે રન પ્લેયર્સે કર્યા હોય. પરંતુ એ કોઈપણ ખેલાડાની એવરેજ ધોની જેટલી નથી રહી. ધોનીએ આઈપીએલ-12માં 135ની એવરેજથી રન બનાવ્યા છે. બીજી બાજુ આ રેકોર્ડ પહેલા વિરાટ કોહલીના નામે હતો જેણે 2016માં 81.08ની એવરેજથી રન બનાવ્યા હતા. ટોપ એવરેજઃ ધોની 2019 - 135.00, વિરાટ 2016 - 81.08, ધોની 2018 - 75.83, વોર્નર 2019 - 69.20, શોન માર્શ 2008 - 68.44 વધુ વાંચો





















