2008માં દિલ્હીની ટીમમા આઇપીએલમાં ડેબ્યૂ કરનારા શિખર ધવને મુંબઇ ઇન્ડિયન્સ ઉપરાંત ડેક્કન ચાર્જર્સ માટે પણ રમી ચૂક્યો છે. જ્યારે સનરાઇઝર્સની સાથે તે 2013માં જોડાયો હતો. ધવને આઈપીએલમાં અત્યાર સુધીમાં 143 મેચ રમી છે. જેમાં કુલ 4058 રન બનાવ્યા છે. જેમાં 32 વખત તે અડધી સદી ફટકારી શક્યો છે. જોકે આઈપીએલમાં તે હજુ સુધી એક પણ સદી મારી શક્યો નથી.
2/4
સનરાઇઝર્સે ગઇ સિઝનમાં તેમને રિટેન કરવાના બદલે રાઇટ ટૂ મેચ કાર્ડ દ્વારા 5.2 કરોડની રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે દિલ્હીએ વિજય શંકરને 3.2 કરોડ, નદીમને 3.2 કરોડ અને અભિષેકને 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. એટલે આ ત્રણેય ખેલાડીઓ માટે કુલ 6.95 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ટ્રેડિંગ વિન્ડો અંતર્ગત શિખર હવે દિલ્હીની ટીમ સાથે જોડાઇ જશે અને હૈદરાબાદને બાકીની રકમ કેશ આપી દેવી પડશે.
3/4
શિખર ધવને 2008માં દિલ્હી માટે રમતા આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતું. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે. તેથી એક રીતે શિખર ધવનની દિલ્હીની ટીમમાં ઘર વાપસી થઈ છે. પંજાબની ટીમ પણ ધવનને સામેલ કરવા આતુર હતી પરંતુ આખરે દિલ્હીએ બાજી મારી હતી.
4/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના 'ગબ્બર' શિખર ધવન આઇપીએલ 2019માં પોતાની હોમ ટીમ દિલ્હી ડેરડેવિલ્સમાં રમતો દેખાશે. આ દમદાર ઓપનરની 11 વર્ષ બાદ ડેરડેવિલ્સમાં ટીમમાં વાપસી થઈ છે. લગભગ એક અઠવાડિયાથી ચાલી આવતી તમામ અટકળો બાદ સોમવારે હૈદરાબાદના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી હતી. ધવનના બદલામાં દિલ્હીની ટીમમાંથી હૈદરાબાદમાં ત્રણ નવા ચહેરા સામેલ કરાશે. જેમાં ઓલરાઉન્ડર વિજય શંકર, અભિષેક શર્મા અને શહબાઝ નદીમના નામ સામેલ છે.