શોધખોળ કરો
Advertisement
IPL 2020 MI vs RCB: બેંગ્લોરે મુંબઈને જીતવા આપ્યો 202 રનનો ટાર્ગેટ, ડિવિલિયર્સની ફટકાબાજી, કોહલી નિષ્ફળ
આરસીબીના ઓપનરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ફિંચ અને પડિક્કલે પ્રથમ વિકેટ માટે 81 રન જોડ્યા હતા.
IPL 2020 MI vs RCB: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020નો 10મો મુકાબલો રોહિત શર્માની કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આરસીબીએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 201 રન બનાવ્યા હતા.
કોહલી ફરી નિષ્ફળ
આરસીબીના ઓપનરોએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ફિંચ અને પડિક્કલે પ્રથમ વિકેટ માટે 81 રન જોડ્યા હતા.પડ્ડીક્લે 40 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 54, ફિંચે 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 52 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી ફરી વખત નિષ્ફળ રહ્યો હતો અને 11 બોલમાં 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એબી ડિવિલિયર્સે આતશબાજી કરતાં 24 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા વડે અણનમ 55 તથા શિવમ દુબે 10 બોલમાં 27 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
રૉયલ ચેલેન્જર્સ બેગ્લોરઃ-
દેવવ્રત પડિક્કલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકિરત સિંહ માન, ઇસુરુ અદાના, વૉશિંગટન સુંદર, નવદીપ સૈની, એડમ ઝમ્પા, યુજવેન્દ્ર ચહલ.
મુંબઇ ઇન્ડિયન્સઃ-
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ટ્રેન્ટ બૉલ્ટ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement