વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર ક્રિસ ગેલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની તસવીર અને વીડિયો શેર કરતાં રહે છે. એક તસવીરમાં બ્લશને ગેલ ખોળામાં ઉઠાવતા જોવા મળે છે. તસવીર શેર કરતાં ગેલે લખ્યું, જ્યાં જીવન શરૂ થાય છે અને પ્રેમ ક્યારેય ખત્મ નથી થતો.
2/10
ક્રિસ, તેના મિત્ર અને પરિવારના લોકો તેને તાશા કહીને બોલાવે છે.
3/10
નતાશા વ્યવસાયે ડિઝાઈનર છે. ક્રિસ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. આ વાતનો ખુલાસો ક્રિસ ઘણી વખત મીડિયાના ઇન્ટરવ્યૂમાં પણ કરી ચૂક્યો છે.
4/10
તમને જણાવીએ કે, ક્રિસ ગેલ પોતાની હાઈ લાઈફ સ્ટાઈલ માટે જાણીતા છે. જોકે તેમ છતાં તે પોતાના પરિવારની ખૂબ જ નજીક છે.
5/10
ક્રિસ ગેલ જ્યારે દીકરીનું નામ બ્લશ રાખ્યું હતું ત્યારે તેને બહુચર્ચિત ‘ડોન્ટ બ્લશ બેબી’ ઇન્ટરવ્યૂ સાથે જોડીને જોવામાં આવ્યું. આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના બિગ બેશ લીગમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગેલે એક ચેનલની મહિલા પત્રકારને ગેલ ડ્રિંકની ઓફર કરી હતી. તેણે એક સવાલના જવાબમાં રિપોર્ટરને કહ્યું હતું, હું અહીં એટલા માટે આવ્યો છું કે તમારી આંખોને પ્રથમ વખત જોઈ શકું, આશા છે કે અમે આ મેચ જીતીએ અને ત્યાર બાદ આપણે ડ્રિંક પર પણ જઈ શકીએ, ડોન્ટ બ્લશ બેબી.’
6/10
નતાશાએ 2016માં એક દીકરીને જન્મ આપ્યો હતો. જે સમયે નતાશાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે ક્રિસ ગેલ મેચ રમી રહ્યો હતો. ક્રિસ અને નતાશા તેની દીકરીને બ્લશ કહીને બોલાવે છે.
7/10
ક્રિસની પત્નીનું નામ નતાશા છે. તમને જણાવીએ કે, 5 ફુટ 6 ઇંચવાળી નતાશા દેખાવે ખૂબ જ સુંદર છે અને સુંદરતાના મામલે બોલિવૂડ અને હોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
8/10
જોકે તેની ચર્ચા બેટિંગની સાથે સાથે તેની પત્ની અને દીકરી માટે પણ થઈ. ગેલે પોતાની સેન્ચુરી દીકરીને સમર્પિત કરી છે.
9/10
ક્રિસ ગેલે 63 બોલમાં 1 ચોગ્ગો અને 11 છગ્ગા ફટકારીને અણનમ 104 રન બનાવ્યા હતા. જેના જોરે કિંગ્સ ઇલેવન પંજાબે સનરાઈઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ ત્રણ વિકેટે 193 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.