શોધખોળ કરો
Advertisement
IPL 2019 ફાઇનલઃ તાહિરનો તરખાટ, બનાવ્યા આ મોટા રેકોર્ડ, જાણો વિગત
ઇમરાન તાહિરે આઈપીએલ સીઝનમાં સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો.
નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર ઇમરાન તાહિરે મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઇનલ મેચમાં તેનો કમાલ દેખાડ્યો હતો. તાહિરે મેચમાં 3 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લેવાની સાથે જ સીઝનમાં પર્પલ કેપ પર કબજો કરી લીધો છે. આ ઉપરાંત તેણે આઈપીએલ સીઝનમાં સ્પિનર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
તાહિરે આ મામલે હરભજન સિંહ અને સુનીલ નરેનનો રેકોર્ડ તોડ્યો છે. હરભજન સિંહે 2013માં અને સુનીલે 2012માં 24-24 વિકેટ ઝડપી હતી.તાહિરે ચાલુ સીઝનમાં 26 વિકેટ ઝડપીને આઈપીએલનો અનોખો કીર્તિમાન બનાવી દીધો છે. આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ ડ્વેન બ્રાવોના નાને છે. તેણે 2013માં 32 વિકેટ લીધી હતી.
આઈપીએલ 2019માં સૌથી વધારે વિકેટ લેનારો 40 વર્ષીય તાહિર આઈપીએલ ફાઇનલ રમનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો હતો. પહેલા આ રેકોર્ડ હસીના નામે હતો. તે 39 વર્ષની વયે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 2015ની ફાઇનલ રમ્યો હતો.Running on to the top of the wicket takers table is #ParasakthiExpress, with that super spell! #WhistlePodu #Yellove #IPL2019Final #CSKvsMI 💛🦁 pic.twitter.com/jV0dl6I2D5
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2019
IPL 2019 ફાઈનલઃ રોહિત શર્માનો કેચ પકડવાની સાથે ધોનીએ બનાવી દીધો મોટો રેકોર્ડ, આવું કારનામું કરનારો બન્યો પ્રથમ વિકેટકિપર IPL 2019 ફાઇનલ પહેલા ધોનીએ શું કર્યુ, તસવીરો જોઇને ચોંકી જશો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ ધોનીને લઇ આપ્યું મોટું નિવેદન, કહ્યું- તે માત્ર ખેલાડી નહીં પણ ક્રિકેટનો એક યુગ છેHow many of you were waiting for this Imran Tahir celebration?#IPL2019Final #MIvCSK pic.twitter.com/LH1a1PeLTR
— IndianPremierLeague (@IPL) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement