IPL ફ્રેન્ચાઇઝી આરસીબી ટીમની જર્સી નંબર-17 અને 333 ને હંમેશા માટે કરશે રિટાયર, જાણો કોની છે આ જર્સી, ને કેમ લીધો આ નિર્ણય
એબી ડિવિલિયર્સ RCB માટે 17 નંબરની જર્સી પહેરોત હતો, વળી, ક્રિસ ગેલ 333 નંબરની જર્સી પહેરીને RCB માટે મેદાનમાં ઉતરતો હતો,
AB de Villiers and Chris Gayle: IPL ફ્રેન્ચાઇઝી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે (RCB) પોતાની ટીમની જર્સી નંબર -17 અને 333ને હંમેશા માટે રિટાયર કરી દીધી છે. એટલે કે કોઇ પણ RCB પ્લેયર આ બન્ને જર્સીને નહીં પહેરી શકે, આ બન્ને જર્સી નંબર RCB ના બે લીજેન્ડ બેટ્સમેન એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલ સાથે સંબંધ ધરાવે છે, અને આ બન્ને દિગ્ગજ ખેલાડીઓના સન્માનમાં RCB એ આ બન્ને જર્સી નંબરને હંમેશા માટે રિટાયર કરવાનો ફેંસલો લીધો છે.
એબી ડિવિલિયર્સ RCB માટે 17 નંબરની જર્સી પહેરોત હતો, વળી, ક્રિસ ગેલ 333 નંબરની જર્સી પહેરીને RCB માટે મેદાનમાં ઉતરતો હતો, આ બન્ને ખેલાડીઓ હવે RCB ને અલવિદા કહી ચૂક્યા છે. આ બન્ને ખેલાડીઓએ RCB માટે તાબડતોડ અંદાજમાં ઢગલાબંધ રન બનાવ્યા છે. આની મદદથી ટીમે કેટલીય મેચો જીતી છે. આવામાં RCB આ બન્ને બેટ્સમેનોએ પોતાના 'હૉલ ઓફ ફેમ'માં સામેલ કરવા જઇ રહી છે, અને એટલા માટે આ બન્ને દિગ્ગજોના સન્માનમાં આ જર્સી નંબરને પણ રિટાયર કરી દેવામાં આવશે.
Jersey numbers 17 and 333 will be retired forever as a tribute to @ABdeVilliers17 and @henrygayle, when we induct the legends of RCB into the Hall of Fame, at the #RCBUnbox presented by Walkers and Co.#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/Ka2SaORSel
— Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2023
RCB માટે બીજો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે એબી ડિવિલિયર્સ -
એબી ડિવિલિયર્સે RCB માટે 11 IPL સિઝન રમી છે. તેને આ ફ્રેન્ચાઇઝી માટે 157 મેચોમાં 4522 રન બનાવ્યા છે. આ દરમિયાન આ દક્ષિણ આફ્રિકન બેટ્સમેને 37 ફિફ્ટી અને 2 સદીઓ ફટકારી છે. RCB માટે તેની બેટિંગ એવરેજ 41.10 અને સ્ટ્રાઇક રેટ 158.33 ની રહી છે.
RCB માટે ગેલે ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા -
ક્રિસ ગેલનો પણ RCBની સાથે લાંબો સમય સંબંધ રહ્યો છે. તેને આ ફ્રેન્ચાઇઝી માટે સાત સિઝનમાં 91 મેચ રમી છે અને 43.29 ની લાજવાબ બેટિંગ એવરેજ અને 154.40 ની સ્ટ્રાઇક રેટથી 3420 રન બનાવ્યા છે. ગેલે આ દરમિયાન RCB માટે 21 ફિફ્ટી અને 5 સદી ફટકારી છે. તે RCB માટે સૌથી વધુ છગ્ગા (263) ફટકારનારો બેટ્સમેન પણ છે.
IPL ઇતિહાસમાં ક્રિસ ગેલે ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા, સિક્સર કિંગ છે ગેલ
વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આઇપીએલમાં ખુબ ધમાલ મચાવી છે. તેને આ લીગના ઇતિહાસમાં 142 મેચો રમી છે, આમાં તેને 357 છગ્ગા ફટકાર્યા છે. તે છગ્ગા ફટાકરવાના મામલામાં સૌથી નંબર વન ટૉપ પર છે.