શોધખોળ કરો

IPLમાં હૈદરાબાદને મોટો ઝટકો, કેપ્ટન કેન વિલિયમસન ભારત છોડીને ન્યૂઝીલેન્ડ જવા રવાના

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા એક અધિકારીક જાણકારી આપવામાં આવી છે કે તેમને કેપ્ટન કેન વિલિયમસન પોતાના દેશ ન્યૂઝીલેન્ડ જવા રવાના થઇ ગયો છે. 

IPL BREAKING: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) મુંબઇને રોમાંચક મેચમાં 3 રનથી હાર આપી, આ જીત સાથે જ હૈદરાબાદે આઇપીએલની 15મી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવતી રાખી છે, પરંતુ આ બધાની વચ્ચે હૈદરાબાદને મોટો ઝટકો લાગ્યો છે. 

બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા એક અધિકારીક જાણકારી આપવામાં આવી છે કે તેમને કેપ્ટન કેન વિલિયમસન પોતાના દેશ ન્યૂઝીલેન્ડ જવા રવાના થઇ ગયો છે. 

ખરેખરમાં, કેન વિલિયમસન પિતા બનવાનો છે, અને તેના માટે તે પોતાની પત્ની તથા પરિવારની સાથે સાથે રહેવા માટે ઘરે જવાના રવાના થઇ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના અધિકારીક ટ્વીટ અનુસાર, અમારો કેપ્ટન કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ પરત ફર્યો છે, જેથી તે પોતાના પરિવારમાં નવા મહેમાનને આવવાનુ સ્વાગત કરી શકે. સનરાઇઝર્સ હૈદરાબાદ કેમ્પમાં તમામ લોકો કેન વિલિયમસન અને તેની પત્નીની સુરક્ષિત ડિલીવરી અને તમામ ખુશીઓની શુભેચ્છાઓ આપે છે. 

કેન વિલિયમસનની ગેરહાજરીમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કોણ કરશે, આના વિશે હજુ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ કંઇ બતાવ્યુ નથી. હૈદરાબાદની આગમી મેચ કરો યા મરો છે. 

MI vs SRH: હૈદરાબાદે 3 રનથી મુંબઈને હરાવ્યુ, SRHની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
Mumbai Indians vs Sunrisers Hyderabad: આઈપીએલ 2022ની 65મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. આ મેચમાં મુંબઈને 3 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ જીતીને પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ સાથે મુંબઈ આ સિઝનમાં કુલ 12માંથી 9 મેચ હાર્યું છે અને 3 મેચ જીત્યું છે.

મુંબઈના બેટ્સમેનોએ પણ તાકાત બતાવીઃ
194 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈની શરૂઆત સારી રહી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. જો કે આ મેચમાં પણ અડધી સદીની નજીક આવ્યા બાદ રોહિત ફિફ્ટી બનાવી શક્યો ન હતો અને 48 રન બનાવીને આઉટ થયો હતો. સુંદરે તેને પોતાનો શિકાર બનાવ્યો. તેના આઉટ થયા બાદ ઈશાન કિશન પણ 43 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આઉટ કર્યો હતો.

તેના આઉટ થયા પછી, સેમ્સ અને તિલક વર્મા પણ વધુ રન નહોતા બનાવી શક્યા અને જલ્દી જ આઉટ થઈ ગયા હતા. સેમ્સે 15 અને તિલકે 8 રન બનાવ્યા હતા. આ બંનેની વિકેટ પણ ઉમરાન મલિકે લીધી હતી. તેમના આઉટ થયા પછી, ટિમ ડેવિડ અને ટ્રિસ્ટન સ્ટબ્સે સ્કોર આગળ વધાર્યો. બંનેએ 17 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સ 2 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ પણ ટિમ ડેવિડ પર તેની કોઈ અસર થઈ ન હતી અને તેણે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. તેણે 18 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી હતી.

હૈદરાબાદે મજબૂત સ્કોર બનાવ્યોઃ
રાહુલ ત્રિપાઠી (76) અને નિકોલસ પૂરન (38)ની વિસ્ફોટક ઈનિંગ્સના કારણે, વાનખેડે સ્ટેડિયમમાં IPL 2022ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. ટીમ માટે પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠીએ 43 બોલમાં 78 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચો......... 

Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી

ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર

Farmer’s Success Story: B.Tech કર્યા બાદ આ યુવકે કરી બટાટાની ખેતી, વર્ષે કરે છે કરોડની કમાણી; નાંખશે ચિપ્સ પ્લાન્ટ

ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget