શોધખોળ કરો

LSG vs DC: લખનઉ સામે મળેલી હાર બાદ દિલ્હીને લાગ્યો વધુ એક ઝટકો, કેપ્ટન પંતને થયો 12 લાખ રૂપિયાનો દંડ

દિલ્હી અને લખનઉ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

મુંબઇઃ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ દિલ્હી કેપિટલ્સને વધુ એક ઝટકો લાગ્યો છે.  દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને પોતાની ટીમની ધીમી ઓવર રેટ બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રિમિયર લીગએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવામા આવ્યું હતું કે દિલ્હીના કેપ્ટને આચાર સંહિતા સંબંધિત નિયમનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે  દિલ્હી અને લખનઉ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આઇપીએલએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સિઝનમાં ટીમનું આ પ્રથમ ઉલ્લંઘન હતું અને ન્યૂનતમ ઓવર રેટના ઉલ્લંઘન માટે IPL કોડ ઓફ કન્ડક્ટ અનુસાર, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા લખનઉને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમા લખનઉએ 19.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. લખનઉ તરફથી ક્વિન્ટન ડી કોકે 80 રનની  ઇનિંગ રમી હતી. જ્યારે સ્પિન બોલર રવિ બિશ્નોઈએ બે વિકેટ ઝડપી હતી. તેણે ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલને આઉટ કર્યા.

જો આઈપીએલની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સના પ્રદર્શનની વાત કરવામાં આવે તો દિલ્હીએ તેની પ્રથમ મેચ 4 વિકેટે જીતી હતી. બાદમાં સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીને ગુજરાત અને લખનઉએ હાર આપી છે. ટીમની આગામી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે. આ મેચ 10 એપ્રિલે મુંબઈમાં રમાશે. બાદમાં 16 એપ્રિલે દિલ્હી બેંગ્લોર સામે ટકરાશે.

આ પણ વાંચોઃ 

Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ છે ફાસ્ટ બોલિંગ, ચોંકાવનારા છે આ સીઝનના આંકડા

SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget