(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: આ વર્ષે નવા કેપ્ટનો સાથે ઉતરશે આ ટીમો, જાણો કોણે મળી ટીમની કેપ્ટનશીપ
એક વાત ખાસ છે કે, આ વખતે આઇપીએલમાં કેટલીક ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. જાણો અહીં કઇ ટીમને કયો નવો કેપ્ટન મળ્યો.
IPL 2023, New Captains of Teams: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન એટલે કે આઇપીએલ 2023 નો રોમાંચ હવે વધવા લાગ્યો છે. ફેન્સ પણ આ લીગનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે એક વાત ખાસ છે કે, આ વખતે આઇપીએલમાં કેટલીક ટીમો નવા કેપ્ટનો સાથે મેદાનમાં ઉતરશે. જાણો અહીં કઇ ટીમને કયો નવો કેપ્ટન મળ્યો.
આ ટીમો નવા કેપ્ટનો સાથે ઉતરશે મેદાનમાં -
સનરાઇઝર્સ હૈદરાબાદ - એડન મારક્રમ -
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં એકવાર ફરીથી આઇપીએલ ચેમ્પીયન સનરાઇઝર્સ હૈદરાબાદ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવાની છે. હૈદરાબાદની ટીમે આ વખતે આઇપીએલની આગામી સિઝન માટે એડન મારક્રમ કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. ખાસ વાત છે કે, તાજેતરમાં જ સાઉથ આફ્રિકા ટી20 લીગની પહેલી સિઝનમાં પણ એડન મારક્રમે સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપને ખિતાબ આપ્યાવ્યો હતો. હવે આશા છે કે, મારક્રમ આઇપીએલ ખિતાબ પણ ટીમને અપાવશે.
દિલ્હી કેપિટલ્સ - ડેવિડ વૉર્નર -
ઋષભ પંતની ગેરહાજરીમાં આ વખતે આઇપીએલ 2023માં ઉતરનારી દિલ્હી કેપિટલ્સે પણ પોતાના નવા કેપ્ટનનું એલાન કરી દીધુ છે. દિલ્હી કેપિટલ્સની ટીમની કમાન આ વખતે ઓસ્ટ્રેલિયાનો તાબડતોડ બેટ્સમેન ડેવિડ વૉર્નર સંભાળશે. ડેવિડ વૉર્નરને આઇપીએલમાં કેપ્ટનશીપ કરવાનો લાંબો અનુભવ છે. આ વખતે ફ્રેન્ચાઇઝીને વૉર્નર પર વિશ્વાસ રહેશે કે તે ટીમને ચેમ્પીયન બનાવે.
પંજાબ કિંગ્સ - શિખર ધવન -
આઇપીએલ 2023મા પંજાબની ટીમમાં મોટો ફેરફાર થયો છે, આ વખતે સૌથી વધુ અનુભવી ખેલાડીને ટીમની કમાન સોંપવામા આવી છે, આ વખતે પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે શિખર ધવનને પસંદ કરવામાં આવ્યો છે.
આઇપીએલમાં પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને રિલીઝ કરી દીધો છે, અને તેના સ્થાને શિખર ધવનને કેપ્ટનશીપ આપી છે. શિખર ધવન શાનદાર બેટ્સમને છે. પંજાબ ઇચ્છશે કે આ વખતે શિખર ધવન ટીમને ચેમ્પીયન બનાવે.
IPL 2023 Schedule: દેશના આ 12 મેદાનો પર રમાશે IPLની 74 મેચ, જાણો દરેક ટીમનું શિડ્યુલ
IPL 2023 Schedule: IPL 2023ની 16મી સિઝનનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. IPL 2023ની ઓપનિંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 16મી સિઝનની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. ટૂર્નામેન્ટની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે અને છેલ્લી લીગ મેચ 21 મેના રોજ રમાશે. જોકે, BCCIએ હજુ સુધી IPL 2023ની પ્લેઓફ મેચોની તારીખો જાહેર કરી નથી. ગ્રુપ સ્ટેજની મેચો 21 મે સુધી યોજાશે. જ્યારે ટાઇટલ માટેની મેચ 28 મેના રોજ રમાશે. આ દરમિયાન ચાહકોને 18 ડબલ હેડર જોવા મળશે. ડબલ હેડર એટલે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજની મેચો સાંજે 7.30 વાગ્યાથી રમાશે જ્યારે બપોરની મેચો 3.30 વાગ્યાથી રમાશે.
IPL 2023ના ગ્રુપ
ગ્રુપ-A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ.
ગ્રુપ-B: ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ.
10 ટીમની ટુર્નામેન્ટ
સ્ટાર સ્પોર્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 16મી સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી છે. 10 ટીમોની આ ટુર્નામેન્ટ 31 માર્ચથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત, શેડ્યૂલનું લાઇવ સ્ટ્રીમિંગ JioCinemaમાં કરવામાં આવ્યું હતું. IPL 2023માં કુલ 74 મેચો રમાશે. પ્રથમ લીગ રાઉન્ડમાં તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આ રીતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે. ત્યારબાદ પ્લેઓફની ચાર મેચ રમાશે. આ રીતે ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે. IPL 2023નું આયોજન ભારતમાં જ થશે. તમામ મેચો દેશભરમાં કુલ 12 મેદાનો પર રમાશે. લીગ તબક્કામાં એક ટીમ તેના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ અને વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડમાં સાત મેચ રમશે.
બીસીસીઆઇએ પહેલા વૂમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પહેલી સિઝનના શિડ્યૂલનું એલાન થોડાક દિવસો પહેલા જ કર્યુ હતુ, મહિલા પ્રીમિયર લીગની સિઝનની પહેલી મેચ 4 માર્ચે રમાશે, વળી, ફાઇનલ મેચ 26 માર્ચે રમાશે. આ પછી આઇપીએલની સિઝનની શરૂઆત થશે. આઇપીએલની 16મી સિઝન વધુ રોમાંચક અને મનોરંજક બનવાની છે. જેમાં મિની ઓક્શન દરમિયાન કેટલીય ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટનશીપ જ્યાં અનુભવી બેટ્સમેન શિખર ધવનને સોંપવામાં આવી છે,તો વળી, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં બેન સ્ટૉક્સ રમતો દેખાશે. ગઇ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ અને લખનુ સુપર જાયન્ટ્સની ટીમ આઇપીએલમાં જોડાતા લીગની ટીમની સંખ્યા વધી ગઇ હતી.