આજે આવી હોઇ શકે છે RR vs DCની પ્લેઇંગ ઇલેવન, કોને મળશે સ્થાન ને કોણુ પત્તુ કપાશે, જાણો.......
આજની મેચમાં પ્રિડિક્શન કરીએ તો સિઝનમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ સારી લયમાં છે, અમારુ પ્રિડિક્શન મીટર અહીં રાજસ્થાનની જીત બતાવી રહ્યું છે,
Rajasthan Royals vs Delhi Capitals Pitch Report And Playing 11: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં આજે બુધવારે ફરી એકવાર રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને સામને ટકરાશે. આ બન્ને મુંબઇની ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આમને સામને થશે. આ પહેલા આ બન્ને વચ્ચેની મેચમાં રાજસ્થાન રૉયલ્સ બાજી મારી ગઇ હતી.
આજની મેચમાં બન્ને કેપ્ટન ભારતીય ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન છે, એકબાજુ ઋષભ પંત છે, તો બીજીબાજુ સંજુ સેમસન છે. ડીવાય પાટિલ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો હવે પીચ ખુબ સ્લૉ થઇ ગઇ છે. શરૂઆતમાં અહીં ફાસ્ટ બૉલરોને સારો બાઉન્સ મળે છે. આવામાં ટૉસ જીતનારી ટીમ પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે. વળી કેટલીક મેચોમાં અહીં ભેજ જોવા મળ્યો હતો.
આજની મેચમાં પ્રિડિક્શન કરીએ તો સિઝનમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ સારી લયમાં છે, અમારુ પ્રિડિક્શન મીટર અહીં રાજસ્થાનની જીત બતાવી રહ્યું છે, આ મેચમાં રાજસ્થાનને જીત મળી શકે છે.
બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રાજસ્થાન રૉયલ્સ ટીમ -
જૉસ બટલર, યશસ્વી જાયસવાલ, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિક્કલ, રિયાન પરાગ, જિમી નીશામ/રાસી વાન ડેર ડૂસેન, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
દિલ્હી કેપિટલ્સની ટીમ -
ડેવિડ વૉર્નર, કેએસ ભરત, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), રૉવમેન પૉવેલ, અક્ષર પટેલ, રિપલ પટેલ, શાર્દૂલ ઠાકૂર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, અનેરિક નોર્ટ્ઝે.
આ પણ વાંચો.........
રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?
Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ
Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન
અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું
Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ