આજે રાજસ્થાન-દિલ્હી વચ્ચે જંગ, ક્યારે ને ક્યાંથી જોઇ શકશો RR VS DC મેચનુ લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
હેડ ટૂ હેડ મેચોની વાત કરીએ તો દિલ્હી અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી કુલ 24 મેચો રમાઇ છે, આમાથી 12માં દિલ્હીની જીત થઇ છે, તો 12 મેચોમાં રાજસ્થાનને જીત હાંસલ કરી છે.
IPL 2022, DC vs RR Live Streaming: આઇપીએલમાં આજે રાજસ્થાન રૉયલ્સ (RR) અને દિલ્હી કેપિટલ્સ (DC) ની વચ્ચે ટક્કર થશે. આ આઇપીએલની 34મી મેચ હશે. આ મેચમાં આત્મવિશ્વાસથી ભરેલી દિલ્હીની ટીમ રાજસ્થાન સામે વધુ એક વિજય મેળવવા મેદાનમાં ઉતરશે.
હાલની ટૂર્નામેન્ટમાં રાજસ્થાનની ટીમે અત્યાર સુધી 6 મેચોમાંથી 4માં જીત સાથે 8 પૉઇન્ટ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. તો દિલ્હીની ટીમ હજી 6 માંથી 3 જીત અને 3 હાર સાથે 6ઠ્ઠા નંબર પર છે.
હેડ ટૂ હેડ મેચોની વાત કરીએ તો દિલ્હી અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધી કુલ 24 મેચો રમાઇ છે, આમાથી 12માં દિલ્હીની જીત થઇ છે, તો 12 મેચોમાં રાજસ્થાનને જીત હાંસલ કરી છે. આ સિઝનમાં બન્ને ટીમો પહેલીવાર આમને સામને થશે.
જાણો ક્યારે ને ક્યાં રમાશે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સની મેચ ?
દિલ્હી અને રાજસ્થાનની આજની શુક્રવારની આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, મેચનો ટૉસ સાંજે 7 વાગે થશે અને 7.30 વાગે મેચ શરૂ થઇ જશે.
જો તમે દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચને જોવા માંગતા હોય તો તમે આનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકો છો, એટલે કે મેચનુ સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં આઇપીએલ 2022 નુ ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર ગૉલ્ડ 2 ચેનલો પર જોઇ શકાશે.
ક્રિકેટ ફેન્સ મેચનુ ઓનલાઇન સ્ટ્રીમિંગ Disney+ Hotstar એપ પર જોઇ શકે છે, પરંતુ આ એપ પર મેચ જોવા માટે દર્શકોને સબ્સક્રિપ્શનની જરૂર પડશે, તમે મેચનો લાઇવ સ્કૉર અને લેટેસ્ટ અપડેટ માટે https://gujarati.abplive.com સાથે જોડાયેલા રહો.
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
વાનખેડે સ્ટેડિયમની પીચ હંમેશા બેટિંગ માટે સારી રહી છે. ટૂંકી બાઉન્ડ્રી મેચને હાઇસ્કોરિંગ બનાવે છે. મેદાન પર ભારે ઝાકળની અસર જોવા મળશે અને બંને ટીમો ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવા માંગશે. વાનખેડે સ્ટેડિયમમાં સુપર-ફાસ્ટ આઉટફિલ્ડ સાથે હાઈ સ્કોરિંગ મેચ હંમેશા રોમાંચક રહી છે. આ વિકેટ પર પ્રથમ ઇનિંગમાં સરેરાશ સ્કોર 164 રન છે. બીજા નંબર પર બેટિંગ કરી રહેલી ટીમનો અહીં શાનદાર રેકોર્ડ છે. આ મેદાન પર પીછો કરતી ટીમની જીતની ટકાવારી 60 છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, સરફરાજ ખાન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહમાન, ખલીલ અહમદ
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, સંજૂ સેમસન, કરુણ નાયર, શિમરોન હેટમેર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેટ બોલ્ડ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝર્વેન્દ્ર ચહલ, ઓબેદ મૈકોય
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ