(Source: ECI/ABP News/ABP Majha)
Womens IPL Auction 2023: T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવનાર જેમિમા રોડ્રિગ્ઝની લાગી લોટરી, દિલ્હી કેપિટલ્સે કરોડો રુપિયામાં ખરીદી
Womens IPL Auction 2023: T-20 વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને હરાવનાર જેમિમા રોડ્રિગ્ઝ પર પૈસાનો વરસાદ થયો છે. તેને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદી છે.
Womens IPL Auction 2023: T-20 વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનને હરાવનાર જેમિમા રોડ્રિગ્ઝ પર પૈસાનો વરસાદ થયો છે. તેને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદી છે. જેમિમાએ રવિવારે રમાયેલી પાકિસ્તાન સામે મેચમાં 53 રનની ઈનિંગ રમી હતી. આ સાથે ભારતે મહિલા ટી20 વર્લ્ડ કપમાં જીત સાથે શરુઆત કરી હતી.
.@JemiRodrigues joins @DelhiCapitals 👍 👍
Base Price: INR 50 Lakh
Goes for: INR 2.20 Crore#WPLAuction pic.twitter.com/Q1GReIjPei — Women's Premier League (WPL) (@wplt20) February 13, 2023
અશ્લે ગાર્ડનર કરોડપતિ બની ગઈ
વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં એક બાદ એક ખેલાડી કરોડપતિ બની રહી છે. પહેલા સ્મૃતિ અને હરમન બાદ હવે ઓસ્ટ્રલીયાની અશ્લે ગાર્ડનર કરોડપતિ બની ગઈ છે. અશ્લે ગાર્ડનરને ગુજરાત ગુજરાત જાયન્ટ્સે 3.20 કરોડમાં ખરીદી છે. તમને જણાવી દઈએ કે, અશ્લે ગાર્ડનની બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા હતી.
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિમાં કુલ 5 ફ્રેન્ચાઈઝી ભાગ લેવા જઈ રહી છે, જેમાં કુલ 22 મેચો રમાશે. પ્રથમ એડિશનમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ અને લખનઉની ટીમો રમતી જોવા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગ માટે ખેલાડીઓની હરાજી પ્રક્રિયા મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બપોરે 2:30 વાગ્યે યોજાશે.
આ હરાજીમાં ઓલરાઉન્ડરોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના 127 ઓલરાઉન્ડર અને 73 વિદેશથી આ હરાજીમાં ભાગ લેશે. આ પછી બોલરોનો નંબર આવે છે. ભારતના 51 બોલરો અને વિદેશના 42 બોલરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં ભારતના 42 ખેલાડીઓ અને વિદેશના 29 ખેલાડીઓ અને વિકેટકીપર્સમાં ભારતના 26 અને વિદેશના 19 ખેલાડીઓનું નામ હરાજીની યાદીમાં છે.