શોધખોળ કરો
Advertisement
IPLમાં ચેમ્પિયન બન્યા પછી રોહિત શર્માએ આ 20 વર્ષના યુવા ક્રિકેટરને કેમ ટ્રોફી લેવા મોકલ્યો?
મેચ બાદ વિનિંગ સેરેમનીમાં ટ્રૉફી જ્યારે આપવામાં આવી રહી હતી ત્યારે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને આઇપીએલ 2019ની ટ્રૉફી લેવા માટે યુવા ક્રિકેટર ઇશાન કિશનને મોકલ્યો હતો
નવી દિલ્હીઃ ગઇકાલે હૈદરાબાદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2019ની ફાઇનલ મેચ ભારે ઉતારચઢાવ બાદ મુંબઇએ જીતી લીધી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, અંતિમ બૉલ પર મેચ એક રનથી જીતીને મુંબઇએ આઇપીએલની ટ્રૉફી ચોથી વાર પોતાના નામે કરી લીધી.
મેચ બાદ વિનિંગ સેરેમનીમાં ટ્રૉફી જ્યારે આપવામાં આવી રહી હતી ત્યારે મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને આઇપીએલ 2019ની ટ્રૉફી લેવા માટે યુવા ક્રિકેટર ઇશાન કિશનને મોકલ્યો હતો. ઇશાન કિશનને ટ્રૉફી લેવા માટે આવતો જોઇને બધા ચોંકી ગયા હતા. જોકે, ઇશાન કિશનને ટ્રૉફી લેવા માટે મોકલવા પાછળ રોહિત શર્માનું ખાસ થિન્કીંગ કામ કરતુ હતુ.
ઇશાન કિશનને ટ્રૉફી લેવા માટે મોકલવા પાછળ રોહિતનુ થિન્કીંગ હતુ કે, ઇશાને મેચ પલટી જેના કારણે ટ્રૉફી મુંબઇ ઇન્ડિયન્સના હાથમાં આવી હતી. ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 2 રનના (8) અંગત સ્કૉર પર પેવેલિયન ભેગો કરવા માટે ઇશાન કિશનનો થ્રૉ યાદગાર બન્યો, ઇશાનના થ્રૉના કારણે જ ધોની આઉટ થયો અને ટ્રૉફી મુંબઇના હાથમાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement