શોધખોળ કરો
ગોલ્ફ રમતી વખતે ઇજાગ્રસ્ત થયો ઈંગ્લેન્ડનો આ ખેલાડી, કોહલીને ફેંક્યો હતો પડકાર
1/3

લોર્ડ્સઃ પ્રથમ ટેસ્ટમાં ભારતને 31 રને હાર આપ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ હળવાશની પળો માણી રહ્યા હતા તે દરમિયાન ટીમનો સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ગોલ્ફ રમતાં ઈજાગ્રસ્ત થયો હતો. આ સમયે તેની સાથે સ્ટુઅર્ટ બ્રોડ પણ હતો.
2/3

પ્રથમ ટેસ્ટમાં એન્ડરસને 4 અને બ્રોડે 2 વિકેટ લીધી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે. 2014ની શ્રેણીમાં એન્ડરસને કોહલીને 8 વખત આઉટ કર્યો હતો અને શ્રેણી શરૂ થઈ તે અગાઉ પણ કોહલીને આઉટ કરવાનો પડકાર ફેંક્યો હતો.
3/3

બ્રોડે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એન્ડરસન ગોલ્ફ રમતો દેખાય છે. જેવો તે શોટ રમે છે કે બોલ કે તેના જેવી કોઈ વસ્તુ ઝડપથી આવીને તેના મોં પર અથડાય છે. વીડિયોની સાથે બ્રોડે સ્પષ્ટતા કરી દીધી કે એન્ડરનની ઈજા ગંભીર નથી.
Published at : 06 Aug 2018 04:23 PM (IST)
View More





















