રૂટની આ 13મી વન-ડે સેન્ચુરી હતી. તેણે કહ્યું કે, ‘જો તમે વિચારતા હોય કે, તમે આ રીતે ઉજવણી કરશો, તો તમને મેદાનની બહાર મોકલી દેવાયા પણ એવું ન થયું. આ મારા માટે મેદાન પર કરવામાં આવેલી સૌથી નિરાશાજનક હરકત છે.’ અગાઉ રૂટે પ્રથમ વન-ડેમાં પણ શાનદાર સેન્ચુરી ફટકારી હતી.
2/3
રૂટે ગાયક જેમ ગીત ગાઈને માઈક છોડી તે છે તે રીતે બેટ છોડી દીધું હતું. રૂટનું કહેવું છે કે, તેને આવી હરકત બાદ તરત અફસોસ થયો હતો. તેણે કહ્યું, ‘આ કારની ટક્કર જેવું હતું. આવું કર્યા બાદ મને તરત પસતાવો થયો.’
3/3
નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ રમાયેલ ત્રીજા વનડેમાં સેન્ચુરી લગાવ્યા બાદ બેટ પછાડવાનો ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટને અફસોસ છે. રૂટે હેડિંગ્લેમાં રમાયેલ ત્રીજા મેચમાં સેન્ચુરી ફટકારી હતી અને પોતાની ટીમને ત્રણ વનડે મેચની સીરીઝમાં 2-1 જીત અપાવી હતી. રૂટે સેન્ચુરી લગાવ્યા બાદ તરત જ પોતાનું બેટ નીચે પછાડ્યું હતું.